ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી નિમ્બાર્ક શોધ સંસ્થાન હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશી જયંતિ ઉજવાઈ - At This Time

ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી નિમ્બાર્ક શોધ સંસ્થાન હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશી જયંતિ ઉજવાઈ


ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી નિમ્બાર્ક શોધ સંસ્થાન હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશી જયંતિ ઉજવાઈ
  
 
    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર  બમણા ગામના અને ગુજરાતી ભાષાનાં સમર્થ કવિ અને સાહિત્યકાર  શ્રી ઉમાશંકર જોશીની ૧૧૩મી જન્મ જયંતિ હિંમતનગર આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી નિમ્બાર્ક શોધ સંસ્થાનનાં સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી. 
 
       આ પ્રસંગે ડો. પ્રેમજી પટેલે શ્રી ઉમાશંકરનાં જીવન પર   વ્યાખ્યાન આપ્યું હતું  જેમાં તેમણે જણાવ્યું કે સાહિત્ય જગતમાં સાબરકાંઠાની ઓળખ એટલે શ્રી ઉમાશંકર જોષી. તેમના સાહિત્યમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાકૃતિક સૌદર્યનું વર્ણન જોવા મળે છે.   નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા) – આ કાવ્યસંગગ્રહને ૧૯૬૮માં જ્ઞાનપીઠ પારિતોષિક આપવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યના  અનેક પ્રકારો જેવા કે  કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી નાટકો, નિબંધો, પ્રવાસ વર્ણનો, ચરિત્ર રેખાંકનો, વિવેચનનાં પુસ્તકો તેમજ શિક્ષણ, સમાજ, રાજકારણ, અને સમકાલીન બનાવો વિશે અસંખ્ય લેેેખો પ્રકાશિત કર્યા હતાં. 
 
    વધુમાં તેમણે ઉમેર્યું કે, એક સાહિત્યકાર તરીકે ગુજરાતના તેમજ દેશના જાહેરજીવન સાથે અડધી સદીથી પણ વધારે સમય સુધી તેઓ સંકળાયેલા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછીથી કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમીના પ્રમુખ તેમજ દેશની સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી હતી.
    આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર પ્રાગજી ભાઈ ભામ્ભીએ કવિના કાવ્ય પર રોચક વ્યાખ્યાન આપ્યું હતું.
    આ પ્રસંગે શ્રી નિમ્બાર્ક શોધ સંસ્થાનનાં નિદેશક ડો. ગૌરાંગશરણદેવાચાર્ય, પ્રા. એ.પી. સોલંકી, પ્રા. બી. એસ. પરમાર, પ્રા. દિનેશ પટેલીયા, ડો. રાકેશ જોશી ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન ડો. રૂપા બહેન ભટ્ટે કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.