ઓ બાપ રે... હવે સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદ પર સવાલ ઊઠ્યા!:મહાપ્રસાદના લાડુઓમાં ઉંદરનાં બચ્ચાં જોવા મળ્યાં; મંદિરના ટ્રસ્ટે પુરાવા માંગ્યા - At This Time

ઓ બાપ રે… હવે સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદ પર સવાલ ઊઠ્યા!:મહાપ્રસાદના લાડુઓમાં ઉંદરનાં બચ્ચાં જોવા મળ્યાં; મંદિરના ટ્રસ્ટે પુરાવા માંગ્યા


આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી મળી આવ્યા બાદ મંદિરોના પ્રસાદને લઈને નવી ચર્ચા છેડાઈ છે. તિરુપતિ બાલાજીનો પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં બિફ અને પિગ ફેટ મળી આવી છે. હવે મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં પણ ઉંદરનાં બચ્ચાં જોવા મળ્યાં છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વહેંચવામાં આવતા 'મહાપ્રસાદ લાડુ'ના પેકેટમાં ઉંદરો પડેલા જોવા મળ્યા છે. ઘણાં પેકેટ પણ કોતરેલાં મળી આવ્યાં હતાં. દરમિયાન, મંદિર પ્રશાસને કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. NDTVના રિપોર્ટ્સ મુજબ મુંબઈના પ્રખ્યાત મંદિર શ્રી સિદ્ધિવિનાયક મંદિરની ચોંકાવનારી તસવીર સામે આવી છે. મંદિરના મહાપ્રસાદમાં ઉંદરનાં બચ્ચાં જોઈ શકાય છે. આ તસવીરો પર માંગવામાં આવેલી સ્પષ્ટતા પર ટેમ્પલ ટ્રસ્ટના સેક્રેટરી વીણા પાટીલે કહ્યું છે કે આ તસવીરોની તપાસ કરવી પડશે. સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે. દરરોજ 50 હજાર લાડુ પ્રસાદ તરીકે તૈયાર કરવામાં આવે છે
રિપોર્ટ અનુસાર મંદિર પરિસરમાં પ્રસાદ માટે દરરોજ 50 હજાર લાડુ બનાવવામાં આવે છે. તહેવારોના સમયમાં લાડુની માગ વધુ વધી જાય છે. પ્રસાદ માટે 50 ગ્રામના બે લાડુના પેકેટ છે. લાડુમાં વપરાતી સામગ્રીઓ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પ્રમાણિત છે. મંદિરની અંદરની સ્વચ્છતા અને પવિત્રતા પર સવાલો ઊઠી રહ્યા છે
લેબ ટેસ્ટ મુજબ આ મહાપ્રસાદના લાડુ 7 થી 8 દિવસ સુધી સુરક્ષિત રાખી શકાય છે. જો કે, લાડુમાં ઉંદરનાં બચ્ચાઓની તસવીરો સામે આવ્યા બાદ મંદિરની અંદરના પ્રસાદની સ્વચ્છતા અને શુદ્ધતાને લઈને મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. ટેમ્પલ ટ્રસ્ટે વીડિયોના મૂળના પુરાવા માંગ્યા
સિદ્ધિવિનાયક ટેમ્પલ ટ્રસ્ટના સેક્રેટરી વીણા પાટીલ કહે છે, "પ્રથમ દૃષ્ટિએ એવું નથી લાગતું કે આ તસવીરો સિદ્ધિવિનાયક મંદિરની છે. આ તસવીરો મંદિરની અંદરની છે, એવું પણ નથી લાગતું. આ વીડિયોનો પુરાવો પણ મળવા જોઈએ. અમે અમારા વહીવટી સ્તરે આની તપાસ કરીશું."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.