રાજકોટમાં જનરલ બોર્ડની બેઠકમાં ગંદકી-રોગચાળોની ચર્ચા નહીં, આંગણવાડીના વખાણમાં કલાક કાઢી નાખી
રાજકોટ મહાનગરપાલિકાનાં નવા વર્ષના પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રથમવાર કોર્પોરેટરોએ મોબાઈલ લોકરમાં મૂકી હાજરી આપી હતી. જોકે આ જનરલ બોર્ડમાં વિપક્ષનાં પ્રશ્નો ટાળવા આંગણવાડી અને સ્વચ્છતા અંગેના શાસક પક્ષના કોર્પોરેટરના એક જ પ્રશ્નમાં એક કલાક પસાર કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન વિપક્ષી નેતાનો હતો, પરંતુ આ પ્રશ્ન આવે તે પહેલાં જ કલાકનો સમય પૂર્ણ થઈ જતા વિપક્ષ નેતા ભાનુ સોરાણીએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ શાસક પક્ષ બહુમતીનો લાભ લઇ પ્રજાના મુખ્ય પ્રશ્નો અંગે જનરલ બોર્ડમાં ચર્ચા નહીં કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.