વડોદરાના અકોટા બ્રિજ પાસે મગરના મોઢામાંથી ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો .
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરે પકડી રાખેલી એક લાશને ફાયર બ્રિગેડના લાશ્કરોએ બહાર કાઢી હતી . ફાયર બ્રિગેડે મૃતદેહને પોલીસને સોંપ્યો હતો . પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિકે માહિતી આપી મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અકોટા બ્રિજ પાસે મગરના મોઢામાં એક લાશ હોવાની માહિતી સ્થાનિક વ્યક્તિએ ફાયર બ્રિગેડને કરી હતી . ફાયર બિગેડને માહિતી મળતાની સાથે જ લાશ્કરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને મગરના મોઢામાંથી લાશને બહાર કાઢી હતી . દરમિયાન ફાયર બિગેડ દ્વારા આ બનાવની જાણ સંબંધિત પોલીસ મથકને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.