હળવદના ચૂંપણી ગામે સામાન્ય બોલા ચાલી બાબતે ભાઈએ કરી ભાઈની હત્યા - At This Time

હળવદના ચૂંપણી ગામે સામાન્ય બોલા ચાલી બાબતે ભાઈએ કરી ભાઈની હત્યા


હળવદ તાલુકાના ચૂંપણી ગામે ગામના ઝાંપા પાસે આજે મોડી સાંજે બે કુટુંબી ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક ભાઈએ બીજા ભાઈને છરી મારી દેતા મોત નીપજ્યું છે.હાલ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે મોડી સાંજે સાતેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના ચૂંપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઈ ઓળકીયા ઉમર વર્ષ 55 અને તેમનો કુટુંબિક ભાઈ ગામના ઝાપા પાસે ઉભા હતા. ત્યારે કોઈ કારણોસર સામાન્ય બાબતે બોલાચાલી થતા સામેના કુટુંબીક ભાઈએ રામાભાઇને છાતીના ભાગે બે છરીના ઘા જીંકી દેતા રામાભાઇ ત્યાં ઢળી પડ્યા હતા. અને હળવદ સરકારી દવાખાને પીએ માટે ખસેડવામાં આવ્યા હતા વધુ તપાસ હળવદ પોલીસ કરી રહી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.