જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની વાંસજાળીયા શાખામાં કર્મચારીએ કર્યું કૌભાંડ
જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની વાંસજાળીયા શાખામાં કર્મચારીએ કર્યું કૌભાંડ
બેંકમાં કેસિયર તરીકે નોકરી કરતા આરોપીએ બેંકના કામકાજના દિવસોમાં કાર્યકારી મેનેજરને વિશ્વાસમાં લઈ તિજોરીની ચાવી અને સહી કરાવી છેતરપીંડી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડની વાંસજાળીયા શાખાના કર્મચારીએ બેંકના નાણાંની ઉચાપત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં કેસિયર તરીકે નોકરી કરતા આરોપીએ બેંકના કામકાજના દિવસોમાં કાર્યકારી મેનેજરને વિશ્વાસમાં લઈ સમગ્ર કૌભાંડ આચાર્ય હોવાનું સામે આવ્યું છે. આરોપીએ બેંકની કેસ સમરીમાં કાર્યકારી મેનેજરની સહયોગ કરાવી લઈ બેંકની સિલક રકમ તરીકે રહેતી રોકડ રકમમાંથી 34. 45 લાખ ઉપાડી લઇ છેતરપીંડી કરતા આરોપી સામે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ચકચારી પ્રકરણની જાણવા મળતી વિગત અનુસાર લાલપુરના મધુરમ એવન્યુ માં રહેતા અને જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લિમિટેડની વાત જાડિયા શાખામાં કાર્યકારી મેનેજર તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ હસમુખભાઈ પંડ્યા વાંસજાળીયા શાખામા તા.૨૩/૧૦/૨૦૨૪ થી કાર્યકારી મેનેજર તરીકે નોકરી પર હતાં આ દરમિયાન તેમની સાથે આરોપી ધવલભાઇ મનસુખભાઇ સાદરીયા જે કેશીયર તરીકે નોકરી કરતા હતા.
કેશિયર તરીકે નોકરી કરતા આ ભેજાબાજ આરોપીએ તા ૨૩/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૦/૨૦૨૪ દરમ્યાન બેંકના કામકાજના દિવસોમા આ કામના રાહુલભાઈ હસમુખભાઈ પંડ્યાને બાટલીમાં ઉતારી તેમની પાસેથી બેંકની તીજોરીની ચાવી મેળવી લીધી હતી અને તા.૨૩/૧૦/૨૦૨૪ થી તા ૨૮/૧૦/૨૦૨૪ સુધીની બેંકની કેશ સમરીમા કાર્યકારી મેનેજર તરીકે સહીઓ પણ કરાવી લીધી હતી. ત્યારબાદ બેંકની સીલક તરીકે રહેતી રોકડમાથી રૂપીયા ૩૪,૪૫,૦૦૦ ઉપાડી લઇ બેંકને ધુબો મારી દીધી હતો. ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
હાલ બેંકમાં કાર્યકારી મેનેજર તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ પંડ્યાએ તેમના સહકર્મચારી કેશિયર ધવલભાઇ મનસુખભાઈ સાદરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 316 પાંચ મુજબ આરોપી સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે હાલ આ પ્રકરણની જામજોધપુર પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એલ. ઓડેદરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.