પારાવાડા-શીશલીની સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયા - At This Time

પારાવાડા-શીશલીની સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયા


પોરબંદરના પારાવાડા-શીશલીની શાળાઓમાં ધારાસભ્યએ શાળાપ્રવેશોત્સવ કરાવ્યો હતો. પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ અંતર્ગત ધારાસભ્યએ પારવાડા, શિશલી ગામની શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં જોડાયા હતાં.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા શિશલી ગામની પ્રાથમિક શાળા, પારાવાડાની પ્રાથમિક શાળા તથા પી.એસ.એમ ઠકરાર હાઇસ્કુલ ખાતે પ્રવેશ મેળવી રહેલ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત રહેલ વિદ્યાર્થી અને તેમના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી દ્રષ્ટાંતો સાથે વિસ્તૃતમાં માર્ગદર્શન પુરૂ પાડયું હતું. અને શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીગણ તેમજ શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.