મનમોહન ચલે મોહન કે પાસ : સિહોર શહેર કોંગ્રેસમાં શોકનો માહોલ જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ, કિરણભાઈ ઘેલડા સહિતના આગેવાનોએ દુ:ખની લાગણી વ્યકત કરી : સિહોર શહેર કોંગ્રેસમાં શોકનો માહોલ છવાયો - At This Time

મનમોહન ચલે મોહન કે પાસ : સિહોર શહેર કોંગ્રેસમાં શોકનો માહોલ જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ, કિરણભાઈ ઘેલડા સહિતના આગેવાનોએ દુ:ખની લાગણી વ્યકત કરી : સિહોર શહેર કોંગ્રેસમાં શોકનો માહોલ છવાયો


દેશના આર્થિક ઉદારીકરણ તથા આધુનિક અર્થતંત્રના ઘડવૈયાની ઉપમા મેળવનાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનાં નિધનથી સમુમાં દેશમાં શોકનો માહોલ છવાયો છે. જેના પગલે સિહોર શહેર કોંગ્રેસનાં આગેવાનો શોકમગ્ન થયા છે.સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને કોંગ્રેસ આગેવાનોએ શ્રધ્ધાસુમન સાથે શોક સંદેશ આપ્યો છે. શ્રધ્ધાંજલિ શોક સભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જયદીપસિંહ ગોહિલએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે મનમોહનસિંહ પાસે એક મૌનની તાકાત હતી તેમના કહ્યા મુજબ ઈતિહાસ તેમને યાદ રાખશે ભારતના ઘડવૈયા અને શ્રેષ્ઠ વડાપ્રધાન પૈકીનાં એક દેશ-દુનિયાનાં શ્રેષ્ઠતમ અર્થશાસ્ત્રીને હૃદયથી શ્રધ્ધાંજલિ અર્પું છુ. વડાપ્રધાન મહાન અર્થશાસ્ત્રી વિશ્વ જ્યારે આર્થીક કટોકટી ભોગવી રહ્યુ હતુ તેવા સમયે દેશ ની બાગડોર સંભાળી દેશ ને આર્થીક રીતે મજબૂત બનાવ્યો વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન RTI (માહીતી નો અધિકાર) RTE(શિક્ષા નો અધિકાર) અન્ન ખાધ સુરક્ષા 108ની સેવા કિસાન ક્રેડિટ કાર્ડ રુણમુકત ધીરાણ શહેરી ગરીબો માટેની વોકર્સઝોન યોજના રાજીવ ગાંધી આવાસ યોજના, મનરેગા, આધારકાર્ડ જેવા અનેક પ્રજા કલ્યાણના પ્રકલ્પો શરૂ કરનાર વિશ્વની મહાસત્તાઓના વડાઓ પણ જેની સલાહ લેવા આવતા એવા મહામાનવ સાદગી સમર્પણ સંસ્કારો અને દેશ ભક્તિ જેના જીવનમા વણાયેલા હતા. દંભ ઘમંડ ભપકાઓ થી પર રહેનારા ભારત માતા ના પનોતા પુત્ર પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની વિદાયથી રાષ્ટ્રને મોટી ખોટ પડી છે જે ક્યારેય પુરાશે નહી. વિશ્વના પ્રખર અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહજી એક અસાધારણ નેતા હતા, જેમણે ભારતના ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે. તેમણે 2004 થી 2014 સુધી અત્યંત સમર્પણ અને અખંડિતતા સાથે રાષ્ટ્રની સેવા કરી. શરૂઆતથી લઈને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ અને રાજકારણીઓમાંના એક બનવા સુધીની તેમની નોંધપાત્ર સફર ખરેખર પ્રેરણાદાયી છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે અભૂતપૂર્વ આર્થિક વિકાસ સાક્ષી આપ્યો, જેમાં દેશની જીડીપી વાર્ષિક સરેરાશ 8-9%ના દરે વૃદ્ધિ પામી. ડો. મનમોહનસિંહજીનો સરકારની પહેલો, જેમ કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ અને માહિતીનો અધિકાર કાયદો,એ લાખો ભારતીયોના જીવન પર ઊંડી અસર કરી છે. ભારત દેશને વિશ્વગુરુ બનાવવા ની મુહિમ મૌન રીતે સાર્થક કરનાર નેતા હતા, શિક્ષણ અને આરોગ્યસંભાળ પ્રત્યે ડો. સિંહજીની પ્રતિબદ્ધતા નેશનલ રૂરલ હેલ્થ મિશન અને બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ માં સ્પષ્ટ છે. અન્ય દેશો, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયાસો દેશની વિદેશ નીતિને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ રહ્યા છે. જેમ જેમ આપણે આ અદ્ભુત વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, ત્યારે આપણે તેઓ સાલસ, નિષ્ઠાવાન, પ્રામાણિક, સમર્પિત, અને ભારત માતાના અનોખા મૂલ્યવાન રત્ન તુલ્ય હતા નમ્રતા, શાણપણ અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને યાદ કરીએ છીએ. ડો. મનમોહન સિંહજીનો વારસો ભારતીયોની પેઢીઓને પ્રેરણા આપતો રહે છે. તેમનુ ગૌરવ શાળી સમગ્ર જીવન રાષ્ટ્ર ના દરેક વ્યકિત માટે પ્રેરણા સ્ત્રોત રહેશે એજ વંદન સાથે ફરી ફરી આવા મહામાનવો આ ધરા પર અવતરે એવી પ્રભુના ચરણો મા પ્રાર્થના સાથે હ્રદય પૂર્વક શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.