શિયાનગર પ્રા.શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી - At This Time

શિયાનગર પ્રા.શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
આજ તા-26/06/2024 ના રોજ શ્રી શિયાનગર પ્રા,શાળા મા શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રેરક્ભાઈ પટેલ સાહેબ (C.R.C ઉગામેડી) સ્વાતિબેન પંડ્યા (સ્પેશ્યલ એજ્યુંકેટર ગઢડા ) ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ આપે આ ઉજવણી પ્રસંગે શિયાનગર પ્રા. શાળા મા બાલવાટિકામા -૨૨ બાળકોને અને ધોરણ-૧ મા ૩૨ બાળકોને મહેમાનશ્રી ના વરદ હસ્તે શાળા પ્રવેશ કરાવવામાં આવેલ,પ્રવેશ મેળવેલ દરેક બાળકો ને કીટ આપવામાં આવી હતી ,તેમજ વર્ષ ૨૦૨૩/૨૪ મા ધોરણ ૩થી ૮ મા પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબરે પાસ થયેલ બાળકોને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રેરક્ભાઈ પટેલ સાહેબે તેમજ હરેશભાઈ અબીયાણી સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી શિક્ષણ ની અગત્યતા અને સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપી બાળકોને ઉજ્વળ ભવિષ્ય અંગે શુભેચ્છાઓ આપવામાં આવેલ
આ કાર્યક્રમ. માં સરપંચ ,S.M.C. અધ્યક્ષ,S.M.C.સભ્યો,ગામના આગેવાનો વડીલો, આંગણવાડી ના બહેનો તેમજ બાળકોના વાલીઓ હાજર રહી કાર્યક્રમ ને દીપાવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.