સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ ના નુકસાન થી ખેડૂતો ને માર તાત્કાલિક સર્વે કરવા રજુઆત
*સુરેન્દ્રનગર જિલ્લા માં માવઠું વરસાદ થકી ખેડૂતો ને ઊનાળુ પાકમાં અને બાગાયતી માં નુકસાન*
*કિશાન કોગ્રેસ ચેરમેન દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવો*
સુરેન્દ્રનગર જિલ્લા માં ગત ૧૩ અને ૧૫ તારીખે માવઠું વરસાદ વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા જગતતાત ને ઉનાળુ પાક તલ જુવાર અને બાગાયતી સરગવા લીંબુ દાડમ માં મોટા પ્રમાણમા નુકસાન ભોગવવાનો સમય આવેલ છે જેમ કે ઉનાળુ તલ ની હાલ પાક વાઢણી કાપ કામ ચાલુ હોય અને વરસાદ પડતા મોટું નુકસાન થયેલ છે જિલ્લા ના આશરે ૩૦ હજાર હેકટર જમીનમાં પાક ઉનાળૂ પાક વાવેતર વિસ્તાર હતો જેમાં નુકસાન થયું હોય ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી ચાલુ કરવામાં આવે અને નુકસાન પ્રમાણે ખેડૂતો ને સહાય ચુકવવામાં આવે તેમ રજુઆત મા કીસાન કોંગ્રેસ ચેરમેન સુરેન્દ્રનગર એ જણાવ્યું હતું
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.