શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ એકદિવસીય કાર્યદક્ષતા કાર્યશાળા યોજાઇ
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
એકદિવસીય કાર્યદક્ષતા કાર્યશાળા યોજાઇ
તા.૨૧-૧૦-૨૦૨૪, સોમવાર, સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૩૦ વાગ્યા સુધી
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના આંતરિક ગુણવત્તા આશ્વાસન કેન્દ્ર (IQAC) વિભાગ દ્વારા તા.૨૧-૧૦-૨૦૨૪ના રોજ યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ માટે કાર્યદક્ષતા વિષય પર એક દિવસીય વર્કશોપ (કાર્યશાળા)નું આયોજન થયું. આ વર્કશોપના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ તથા માર્ગદર્શક તરીકે અત્રેની યુનિવર્સિટીના કા.કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલની નિશ્રા રહી હતી. વિશિષ્ટ અતિથિ અને પ્રમુખ વક્તા સ્વરૂપે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના રજિસ્ટાર અને ડીન પ્રો. એચ. બી. પટેલ અને નિવૃત્ત નાયબ મામલતદાર, કલેક્ટર કચેરી-રાજકોના ગૌરાંગ જે. ઓઝા ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત અત્રેની યુનિવર્સિટી સંચાલિત કોલેજના આચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા અને અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા સહિત અત્રેની યુનિવર્સિટીના તમામ અધ્યાપકો-કર્મચારીઓ મળી કુલ-૮૦ જેટલા લોકોએ ખૂબ ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમનો પ્રારંભ વેદ મંત્રોચ્ચારપૂર્વક દીપપ્રાગટ્ય, યુનિવર્સિટી કુલગીત અને આમંત્રિત મહાનુભાવોનું શાલ-પુષ્પગુચ્છ વડે સ્વાગત વિધિ કરવામાં આવી હતી. આ વર્કશોપમાં કુલ ૬ વિષયો પર વ્યાખ્યાનો થયા હતાં. જેમાં પ્રથમ વક્તા વક્તા પ્રો. એચ. બી. પટેલજીએ ૧. Coping Mechanism and Work Culture, ૨. Individual or Institutional Development કુલ બે વિષયો પર મહત્વપૂર્ણ જાણકારી આપી. બીજા વક્તા શ્રી ગૌરાંગ ઓઝાજીએ કચેરી કાર્ય પદ્ધતિને લગતા ૧. ઇ ગવર્નન્સ, ૨. મહેકમ અને કચેરીને લગતી સામાન્ય બાબતો, ૩. શાખામાં આવેલ ટપાલ અંગે કાર્યવાહી અને દફતર વ્યવસ્થા, ૪. ફાઈલની જાળવણી અને તેને નંબર આપવા બાબત કુલ ચાર વિષયો પર સરસ માહિતી આપી. ત્રીજા વક્તા પ્રો. લલિતકુમાર પટેલજીએ आदर्शः अध्यापकः कर्मचारी च વિષય પર ખૂબ ઉત્સાહવર્ધક જાણકારી આપી. ચોથા વક્તા આદરણીય કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિજીએ The Cause of Development of an Institution ના વિષય પર સુંદર માહિતી આપી હતી. બધા વ્યાખ્યાનો સરસ રીતે યોજાયા હતા.
આ કાર્યશાળા અધ્યાપકો, અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખૂબ જ પ્રેરણારૂપ રહી. આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી IQAC વિભાગે કરી હતી. અત્રેની યુનિવર્સિટીના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા અને ગ્રંથપાલ રવીન્દ્ર કાલે કાર્યદક્ષતા વિષયક આ એક દિવસીય કાર્યશાળાના સંયોજક હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અત્રેના અધ્યાપક ડૉ. જિગર ભટ્ટે કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.