જસદણમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ તથા મંત્રી બાવળીયા દ્વારા દાતાઓનું સન્માન કરાયું આ વર્ષે પણ 101 દીકરીના સમૂહ લગ્ન યોજાશે દાનની સરવાણી વહી
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના ચિતલીયા રોડ ઉપર આવેલ સુરજગઢ ફાર્મ હાઉસ ખાતે જસદણ વિછીયા સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન સમિતિ તથા જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સમૂહ લગ્નમાં ગરિબ નાના પરિવારની દીકરીઓને યથાશક્તિ કરિયાવર સોનુ રોકડ યોગદાન આપનાર તમામ દાતાઓનું મંત્રી કુંવરજીભાઇ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ વર્ષે પણ 101 દીકરીના સમુહ લગ્ન યોજવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થતા જ દાતાઓ દ્વારા દાનની સરવાણી વાહાવવામાં આવી હતી. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સન્માન સાથે દાતાઓનો ખુબ ખુબ આભાર પ્રગટ કર્યો હતો. અને જણાવ્યું હતું કે આ વર્ષે પણ આ જ પ્રકારે સર્વ સમાજની ગરીબ દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. તે વાત મુકતાની સાથે જ ઉપસ્થિત દાતાઓ દ્વારા દાનની સરવાણી વહી હતી. કાર્યક્રમના અંતે સુરજગઢ ફાર્મ હાઉસના માલિક બાઉભાઈ વાળા દ્વારા ફાર્મ હાઉસના કુદરતી વાતાવરણમાં સૌ કોઈ દાતાઓ, મંત્રી અને સમિતિને દેશી ભોજન પીરસી અને વન ભોજનનો આનંદ માણ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
