બોટાદ જિલ્લા ભાજપ દ્વારા સૂત્રોચાર કરી,કોંગ્રેસના સાંસદનો કર્યો વિરોધ
બોટાદ જિલ્લા ભાજપ દ્વારા સૂત્રોચાર કરી,કોંગ્રેસના સાંસદનો કર્યો વિરોધ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઘરે તેમજ વિવિધ જગ્યાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા.તે દરમ્યાન તેમની પાસે 200 કરોડથી વધારે રોકડા રૂપિયા મળી આવ્યા છે અને હાલ તપાસ શરૂ છે.જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે,ત્યારે બોટાદ ભાજપના કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય બહાર એકત્રીત થઈને રસ્તાપર ઉતરી કોંગ્રેસના સાંસદ ધીરજ સાહૂ વિરુદ્ધ બેનરો લઈને કોંગ્રેસ હાય હાયના સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.સાંસદ તાત્કાલિક રાજીનામું આપે તેવી ભાજપના કાર્યકરોએ માગ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.