*સંજેલી ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન યોજાયો* ૦૦૦ રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

*સંજેલી ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન યોજાયો* ૦૦૦ રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


*સંજેલી ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન યોજાયો*
૦૦૦

દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તમાકુ મુક્ત યુવા અભિયાન નિમિત્તે કેમ્પઈન યોજવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને તાલુકા આરોગ્ય કચેરી સંજેલીના સંયુક્ત ઉપક્રમે એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષી, સંજેલી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી બી.કે સીંગના દિશાદર્શન હેઠળ "તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા" (ToFEl)કાર્યક્રમ યોજાયો હતો.

જે દરમ્યાન સંજેલી તાલુકાના તલાટીશ્રીઓ, ICDS વિભાગ અને મનરેગાના કર્મચારીઓને ToFEI ના મુદ્દાઓના પાલન અર્થે વિગતે સમજ આપી હતી. તમાકુથી થતા નુકશાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ દ્વારા કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
૦૦૦


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.