રાજકોટ ખાતે યોજાનારો રોજગાર ભરતી મેળો - At This Time

રાજકોટ ખાતે યોજાનારો રોજગાર ભરતી મેળો


રાજકોટ તા. ૧૫ જૂન, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ કોર્પોરેશન લિમિટેડ હેઠળના એન.એસ.આઇ.સી ટેકનિકલ સર્વિસ સેન્ટર,રાજકોટ દ્વારા તા. ૧૯/૦૬/૨૦૨૪ બુધવારના રોજ સવારે ૯-૩૦ વાગ્યે ૮૦ ફૂટ રોડ,આજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, અમૂલ સર્કલ નજીક, ગુજરાત ફોર્જિન્ગ્સની સામે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજવામા આવશે.

આ રોજગારલક્ષી મેળામાં તમામ અનુભવી- બિન અનુભવી સી.એન.સી. ઓપરેટર, વી.એમ.સી.ઓપરેટર, ઓટો કેડ, એન.એક્સ કેડ /કેમ, ઈલેક્ટ્રિશિયન, પીએલસી પ્રોગ્રામર, મિકેનિકલ એન્જિનિયર, ક્વોલિટી એન્જિનિયર અને કોમ્પ્યુટર ઓપરેટર જોડાઈ શકશે. ભરતી મેળામાં દરેક ઉમેદવારે રીઝયુમની કોપી સાથે લાવવાની રહેશે. આ વિશે વધુ માહિતી માટે મો. ૭૨૦૨૯ ૫૭૦૪૨ પર સંપર્ક કરવા એન.એસ.આઇ.સી ટેકનિકલ સર્વિસ સેન્ટર, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.