વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 - At This Time

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022


વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022

બોટાદ અને ગઢડા મતદાર વિભાગની ચૂંટણીના લેખા જોખા
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં બોટાદ જિલ્લામાં કુલ 5,55,458 મતદારો, દિવ્યાંગ મતદારોની સંખ્યા 4,945
વિધાનસભાની સામાન્ય ચૂંટણી –2017માં બોટાદ જિલ્લામાં 3,11,348 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં જિલ્લામાં કુલ 62.08 ટકા મતદાન નોંધાયું હતુ

બોટાદ જિલ્લાની બંને વિધાનસભા બેઠકો માટેની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે આગામી તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. 2022માં બોટાદ જિલ્લાના કુલ કેટલા મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે અને 2017ની વિધાનસભા ચૂંટણી સમયે મતદાનની શું સ્થિતિ હતી? તેની વિગતો નીચે મુજબ છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત બોટાદ અને ગઢડા મતદાર વિભાગની માહિતી પર નજર કરીએ તો...

• તા.10-10-2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અંતિમ મતદાર યાદી મુજબ બોટાદ જિલ્લામાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં 1,36,319 પુરુષ મતદારો, 1,27,530 મહિલા મતદારો તેમજ અન્ય 1 મતદાર મળીને કુલ 2,63,850 નોંધાયેલા મતદારો છે. જ્યારે નોંધાયેલા દિવ્યાંગ મતદારોની સંખ્યા 2,457 છે.
• જ્યારે 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં પુરુષ મતદારોની સંખ્યા 1,51,048, મહિલા મતદારોની સંખ્યા 1,40,556 જ્યારે અન્ય મતદારોની સંખ્યા 4 મળીને કુલ 2,91,608 નોંધાયેલા મતદારો છે. જ્યારે નોંધાયેલા દિવ્યાંગ મતદારોની સંખ્યા 2,488 છે
• બોટાદ જિલ્લામાં કુલ પુરુષ મતદારોની સંખ્યા 2,87,367, કુલ સ્ત્રી મતદારોની સંખ્યા 2,68,086 જ્યારે 5 અન્ય મતદારોની સંખ્યા મળીને કુલ મતદારોની સંખ્યા 5,55,458 છે. જિલ્લામાં કુલ દિવ્યાંગ મતદારોની સંખ્યા 4,945 છે.
• બોટાદ જિલ્લામાં આ ચૂંટણીમાં 14 મતદાન મથકો સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત રહેશે. સાથોસાથ બે મતદાન મથકો સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત રહેશે.
• બે મતદાન મથકો મોડેલ પોલીંગ સ્ટેશન, બે મતદાન મથકો ઈકો ફ્રેન્ડલી, 1 મતદાન મથક સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે.
• જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા 6 મતદાન મથકો સમર્પણ બુથ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2017ની ચૂંટણી અંતર્ગત બોટાદ અને ગઢડા મતદાર વિભાગની માહિતી પર નજર કરીએ તો...

• વિધાનસભાની સામાન્ય ચૂંટણી –2017માં બોટાદ જિલ્લામાં 3,11,348 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં જિલ્લામાં કુલ 62.08 ટકા મતદાન નોંધાયું હતું.
• જિલ્લાના 106- ગઢડા મતદાર વિભાગમાં 56.20 ટકા અને 107- બોટાદ મતદાર વિભાગમાં 67.57 ટકા મતદાન થયું હતું.
• જિલ્લાની 106-ગઢડા બેઠક ઉપર 1,26,175 પુરૂષ, 1,15,618 સ્ત્રી તથા 1 અન્ય મળી કુલ 2,41,794 મતદારો નોંધાયા હતા, જે પૈકી 75,288 પુરૂષ, 60,595 સ્ત્રી તથા 1 અન્ય મળી કુલ 1,35,884 મતદારોએ મતદાન કર્યુ હતુ.
• 107-બોટાદ બેઠક ઉપર 1,35,239 પુરૂષ, 1,24,453 સ્ત્રી તથા 1 અન્ય મળી કુલ 2,59,693 મતદારો નોંધાયા હતા, જે પૈકી 95,945 પુરૂષ, 79,518 સ્ત્રી તથા 1 અન્ય મળી કુલ 1,75,464 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Branch manager,, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.