ધંધુકામાં “ચારણ કન્યા” થીમ પાર્ક અને કસુંબલ લોકડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
ધંધુકામાં "ચારણ કન્યા" થીમ પાર્ક અને કસુંબલ લોકડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે, તા. 09 માર્ચ 2025ના રોજ "રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય" ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મેઘાણીજીની અમર કૃતિ "ચારણ કન્યા" આધારીત ગુજરાતના સર્વપ્રથમ અને અનોખા થીમ પાર્ક – "ચારણ કન્યા" વાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ ઉપરાંત "મેઘાણી વંદના" રૂપે કસુંબલ લોકડાયરો યોજાયો, જેમાં લોકસાહિત્ય અને સંસ્કૃતિની ગૂંજન જોવા મળી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પુર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, લોક સાહિત્યકાર અભેસિંહ રાઠોડ, હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકીભાઈ મેઘાણી, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'સુંદરલાલ' મયુરભાઈ વાકાણી
ધંધુકા નગર પાલિકાનાં પ્રમુખ પારૂલબેન આદેશરા, ઉપપ્રમુખશ્રી ગજરાબહેન ચૌહાણ, કારોબારી સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમાર, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી ચેતનસિંહ ચાવડા, રમેશભાઈ ચૌહાણ, ચંદ્રસિંહ ચુડાસમા, સહદેવસિંહ ગોહિલ, ભૂપતસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો એ ઝવેરચંદ મેઘાણીની લોકસાહિત્ય પ્રત્યેની અમૂલ્ય ભેટ અને તેમની અમર કૃતિઓ અંગે ગૌરવભરી વાતો કરી. "ચારણ કન્યા" વાટિકા રાષ્ટ્રીય શાયરને સમર્પિત એક અનોખી રચના છે, જે ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ અને પ્રવાસનપ્રેમીઓ માટે એક વિશિષ્ટ પ્રેરણાસ્થળ બની રહેશે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે ધંધુકા નગર પાલિકા, એ.પી.એમ.સી., તેમજ સંસ્થા અને સ્નેહીજનોનું મહત્ત્વનું યોગદાન રહ્યું.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
