રાજકોટમાં રોગચાળો વકર્યો: શરદી-ઊધરસના 1032, સામાન્ય તાવનાં 866 સહિત 2054 દર્દી, જોખમી ટાઇફોઇડનાં 3 અને ડેંગ્યુનાં 2 કેસ નોંધાયા - At This Time

રાજકોટમાં રોગચાળો વકર્યો: શરદી-ઊધરસના 1032, સામાન્ય તાવનાં 866 સહિત 2054 દર્દી, જોખમી ટાઇફોઇડનાં 3 અને ડેંગ્યુનાં 2 કેસ નોંધાયા


રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વકર્યો છે. જેમાં શરદી-ઊધરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત સપ્તાહમાં પણ શરદી-ઊધરસનાં કુલ 1032 અને સામાન્ય તાવનાં 866 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવનાં 3 અને ડેંગ્યુનાં પણ 2 દર્દીઓ સામે આવ્યા હતા. જોકે, મેલેરિયા અને HMPV વાઇરસના કોઈ કેસ નોંધાયા નથી. કુલ દર્દીઓની સંખ્યા 2054 થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રોગચાળો કાબુમાં રાખવા ફોગીંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરવાની સાથે જ લોકોને પણ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2054 કેસ નોંધાયા
પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2054 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1032 કેસ, ઝાડા-ઊલટીનાં 151, સામાન્ય તાવનાં 866 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 3 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 2 કેસ સામે આવ્યા છે. જોકે આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 10,000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image