વિસાવદર શહેર મા તહેવારો ને લઈને ટ્રાફિક સમસ્યા
વિસાવદર શહેરમા દેવ દિવાળી અને લીલી પરિક્રમાને અનુલક્ષી શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક જોવા મળે છે. તેમાં ખાસ કરી બહારના વાહનો શહેરના મુખ્ય માર્ગો ઉપર પાર્ક કરવામાં આવતા હોવાથી st બસ્ટેન્ડ તેમજ જુના બસ્ટેન્ડ અને મેઈન બજારમા ભારે ટ્રાફિક જોવા મળે છે. અત્યારે હાલ દેવ દિવાળી તેમજ લીલી પરિક્રમાને કારણે વાહનો અને લોકોની ભારે ભીડ રહે છે. વિસાવદર તેમજ સતાધાર, કનકાઈ, સાસણ વગેરે ધાર્મિક અને પર્યાટક સ્થળો આવેલા હોવાથી અહીં ભારે ટ્રાફિક જોવા મળે છે, ત્યારે વર્તમાન તંત્ર આ બાબતે સજાગ થઇ કોઈ અકસ્માતના બને તેની કાળજી રાકે તેવી લોક માંગણી થઇ રહી છે. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.