લગ્નસરામાં મહીસાગર તંત્રએ ૨૦ બાળલગ્ન અટકાવ્યા
હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મળેલ માહિતીના આધારે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ લગ્નસરાની સીઝનમાં તંત્રને ૧૩ અરજીઓ મળી હતી અને જેમાં ૨૦ જેટલા બાલ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે.
મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે અરજી મળી હતી કે લુણાવાડા તાલુકાના ચારણગામ ખાતે બાળ લગ્ન થઈ રહ્યા છે. આ માહિતીના આધારે મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ પોલીસ સહિતનો કાફલો ચારણગામ ખાતે લગ્ન સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ત્યાં થઈ રહેલ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. જેમાં તપાસમાં જાણવા મળ્યું કે જેમના લગ્ન હતા તે બંને સગીર વયના હતા જેને લઇ અને કન્યાના માતા પિતાને તેમજ તેમના સગાસબંધીઓને બાળ લગ્ન અધિનિયમ વિશે સમજ આપી અને બાળ લગ્ન કરાવવા એ ગુનો છે તે અંગે પણ સમજ આપી અને આ બાળ લગ્ન અટકાવવામાં હતા તેમજ તેમને કચેરી ખાતે બોલાવી અને ત્યાં સુધી આ બાળકો પુખ્ત વયના ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરાવી તે અંગેનું બાહેંધરી પત્ર પણ લેવામાં આવશે. એક તરફ લગ્નની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી હતી ત્યારે પ્રશાસને પહોંચી અને બાલ લગ્નની વિધિ અટકાવી હતી ત્યારે થોડા સમય માટે ત્યાં દોડઘામ મચી હતી પરંતુ અંતે સમજાવટ બાદ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.