રાજકોટમાં 11 કેન્દ્ર પર સરકારની ખરીદી શરૂ, 1 મણનો ભાવ 1170, માત્ર બે-ત્રણ ખેડૂત આવ્યા, રૂ.1200થી 1300 આપવા માગ
આજે લાભ પાંચમના શુભ દિવસથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહી તે માટે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આજથી પ્રતિ 20 કિલો 1170 રૂપિયાના ટેકાના ભાવથી મગફળી ખરીદવામાં આવી રહી છે. ગુજસોમાર્સલના માધ્યમથી ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો સહિત રાજ્યમાં 160 કેન્દ્ર પરથી ખરીદ કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. આજે માત્ર બેથી ત્રણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા છે. ખેડૂતોની માગ છે કે એક મણનો ભાવ 1200થી 1300 રૂપિયા આપો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.