**માસુમ બાળકી હત્યા બાબત:કોગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખે પિડીત પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી** - At This Time

**માસુમ બાળકી હત્યા બાબત:કોગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખે પિડીત પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી**


**માસુમ બાળકી હત્યા બાબત:કોગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખે પિડીત પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી**

**ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા **

સીંગવડ તાલુકાની પ્રાથમિક શાળામા ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમબાળા સાથે શાળાના આચાર્ય એ જ દુષ્કર્મનો પ્રયાસ કરીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને જેને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે, આજે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર પીડીત પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી અને આ દુઃખની ઘડીમાં કોંગ્રેસ તેમના પડખે ઊભી છે અને માસુમ બાળકીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ જે પણ લડાઈ લડવી પડે તે લડવાની પરીવારને ખાતરી આપી હતી.
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવતી દુષ્કર્મના પ્રયાસ બાદ બાળકીની નિર્મમ હત્યાની ઘટના દાહોદ જીલ્લામાં બનતા રાજકારણ ગરમાયું છે, તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્યએ પોતાની શાળામાં ધોરણ-1માં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ વિદ્યાર્થીનીને પોતાની કારમાં બેસાડીને લઈ જઈ કારમાં જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દેતા ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આ ઘટનાને લઈને પીડિત પરિવારને ખાસ કરીને માસુમ બાળકી સાથે જે નીંદનીય ઘટના બની છે અને આ ઘટનામાં બાળકીનું દુઃખદ મોત થતાં આરોપી નરાધમ આચાર્યને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે અને કોંગ્રેસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર નરાધમ આચાર્યને ફાંસીની સજાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામા આવી છે...
આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર પીડિત પરિવારની મુલાકાતે
આવ્યા હતા અને મુલાકાત દરમિયાન ભાજપ સરકાર
પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપની સરકારની કથની અને કરનીમાં મોટું અંતર છે,
આટલી મોટી દુઃખદ ઘટના બની હોવા છતાં.
ઘટનાને પાંચ દિવસનો સમય વીતવા છતાં સત્તાધારી ભાજપ સરકારના એક પણ નેતા આ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા નથી તેમને સાંત્વના
પણ પાઠવવા માટે ભાજપના નેતાઓ ચૂકી ગયા છે ત્યારે ભાજપની સરકારમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો
છે સરકાર મહિલાઓના પર થતા અત્યાચારને રોકવામાં નિષ્ફળ થઈ છે,
રાજ્યના ગૃહમંત્રી પણ એક છ વર્ષની બાળકીની સાથે દુષ્કર્ષનો પ્રયાસ અને તેની હત્યા જેવી દુઃખદ ઘટનામાં પણ એક શબ્દ પણ બોલવા તૈયાર નથી,
દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોરપણ આ મામલે પોતાનું મોં બંધ કરીને બેઠા છે, ઘટનાને પાંચ દિવસ વિત્યા છતા
પણ આ શાળાના એક પણ શિક્ષક આ પિડીત પરિવારની મુલાકાતે આવ્યો નથી,
વધુમાં કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમરે જણાવ્યું હતું કે જો ગુજરાતની સરકાર મહિલાઓની સુરક્ષા કરવા માટે સક્ષમ ના હોય તો નારી શક્તિ પોતાની સુરક્ષા કરવા માટે સક્ષમ છે અને રાજ્ય સરકાર પોતે મહિલા સુરક્ષાઓની જવાબદારી માંથી છટકવાનો પ્રયાસ કરવા માંગતી હોય તો અમને અમારી સુરક્ષા કરવા માટે છૂટ આપો અમને હથિયાર રાખવા માટે પરમિશન આપો. અમે પોતે અમારી સુરક્ષા કરી શકીએ તે માટે સરકાર અમને છૂટ આપે તો અમે આવા નરાધમ આચાર્યને સજા આપવા માટે સક્ષમ છીએ, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ જગતને કર્મસાર કરતી આ ઘટનાને ગંભીરતાથી લે અને આ નરાધમ આચાર્યને અંડરટ્રાયલ રાખીને તેનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવીને વહેલી તકે તેને પરિવારજનોની સામે ફાંસી આપવામાં આવે તે તેવી માંગ કરી હતી. કોંગ્રેસના મહિલા નેતા ગેનીબેન ઠુંમરની સાથે દાહોદના પૂર્વ સાંસદ ડો.પ્રભાબેન તાવિયાડ ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામા સહિતના નેતાઓ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.