વિસાવદર આર્ય સમાજખાતે હર મહિને યોજાતો વિના મૂલ્યેનેત્ર યજ્ઞ પૂર્ણ - At This Time

વિસાવદર આર્ય સમાજખાતે હર મહિને યોજાતો વિના મૂલ્યેનેત્ર યજ્ઞ પૂર્ણ


રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ મેટોડા જીઆઇડીસી સ્થિત કાયાલ્પ ફાર્મસી ના સંચાલક અર્જુન બાપુ વૈધ ના માર્ગદર્શન અને સહકારથી કેન્સર જેવા અસાધ્ય રોગોથી પીડિત ને દવા , યોગ નૅ ખાનપાન ના માધ્યમથી વિના મૂલ્યે સેવા યજ્ઞનો કેમ્પ થાય છે , સાથે સાથે નેત્ર યજ્ઞ માં રાજકોટના ડોક્ટર ખરેડી સાહેબના નિદાનથી મોતિયો વૅલ, ફુલુ , પરવાળા વગેરે રોગોથી પીડીત દર્દીઓને ફેકો મશીનથી નેત્રમણી લેન્સ મૂકી ઓપરેશન કરી આપવામાં આવે છે સંસ્થા દ્વારા દર્દીઓને અન્ય પુરક સગવડતાઓ કરી આપવામાં આવે છે દીપપ્રાગટ્ય કરતા શ્રી કિશોરભાઈ રીબડીયા એ કહ્યું કે વર્તમાન સમયમાં સરકારશ્રીના વિવિધ સહાયના માધ્યમથી ઘણી બધી અઘરી બીમારીઓના ઈલાજ થાય છે પરંતુ એક કૅ બે જ દિવસમાં મોતિયાના ઓપરેશન કરી અને પરત મૂકી જવાની સગવડતા સેવાના ઉપદેશથી ભરેલી સંસ્થાઓ કાર્ય કરે છે તે ખરેખર વંદનીય સેવાયજ્ઞ છે આ કેમ્પ ની અંદર જેઓની વિશેષ ઉપસ્થિતિ હતી તેવા શ્રી જશુભાઈ શેખવા , રણજીતભાઈ વાળા , પી.ટી. વૈષ્ણવ ,ડો હેતલબેન સતાસિયા. મનીષા માતાજી. ધનસુખભાઈ , હંસરાજભાઈ રામાણી , જૅરામભાઈ સંઘાણી , ડોક્ટર જગદીશભાઈ નિમાવત ની ઉપસ્થિતિમાં દર્દી દેવો ભવ: આ ભાવનાને સાક્ષાત કરવા માટે દર મહિનાના છેલ્લા શુક્રવારે વિના મૂલ્ય આર્ય સમાજ મંદિરૅ વિસાવદર માં સેવાય યજ્ઞ થાય છે આ કેમ્પમાં 148 દર્દીઓની ઓપીડી થયેલ અને 52 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રવાના કરવામાં આવેલ હતા તેમ સેવા માટે સદાય તત્પર જીતુ પરી ભોલેનાથની યાદી જણાવે છે

રિપોર્ટ હરેશ મહેતા
વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.