ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વાજડી ઞઢમા ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વાજડી ઞઢમા ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
રાજકોટ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વાજડી ગઢમા ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું .
વાજડી ઞઢના સરપંચ ભુપેન્દ્રસિંહ જાડેજા દ્વારા ખુબ સરસ માહિતી આપવામાં આવી છે જેમાં પંડિત કહેતા હતા કે પાવરે પાણી વહેચાશે તો આજે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી વેચવા માંડ્યું છે તો આ કાર્ય ખૂબ સારું હોય અને લોકો એમાં જોડાઈ તો 50 વર્ષ પછી ગંભીર પરિસ્થિતિ આવવાની હોયએ ન આવે.વાજડી ઞઢના ઉપસરપંચ એભલભાઈ ડાંગર દ્વારા જણાવેલ કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે વરસાદનું પાણી રોકવામાં આવે છે, કારણકે ભવિષ્યમાં પાણીની તંગી ઊભી ન થાય જેથી અમે અમારા ગામમાં કાર્ય ચાલુ કર્યું છે તે ખૂબ સરાહનીય છે, કારણ કે જ્યાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડેમ બન્યા ત્યાં ખેડૂતને ખૂબ મોટો ફાયદો થયો છે.રતિભાઈ ખુંગલા આહીર અગ્રણી દ્વારા જણાવેલ કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી દરિયામાં જતુ રોકવામા આવે છે તેનાથી ખૂબ મોટો ખેડૂતો અને ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે, અને દરેક લોકો આ કાર્યમાં જોડાય એવી વિનંતી છે.
આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ,વિરાભાઈ હુંબલ,રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી,સંદીપભાઈ જોષી, સરપંચશ્રી ભુપેન્દ્રભાઈ જાડેજા, ઉપપ્રમુખશ્રી એભલભાઈ ડાંગર,પુંજાભાઈ સેગલીયા,રમેશભાઈ સેગલીયા, દેવાયતભાઈ,રતિભાઈ ખુંગલા, મહેશભાઈ તુષાણી, વિઠલભાઈ બાલધા, રતિભાઈ,પરેશભાઈ જોષી, ધીરુભાઈ કપુરિયા, મનસુખભાઈ વેકરીયા તેમજ દરેક ભાઈઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.