જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીએ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી
આગામી 7મી મેના રોજ મહીસાગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન થવાનું છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર જોડાયેલા છે. આ અધિકારીઓ/કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર સી વી લટા તેમજ પોલીસ,હોમગાર્ડ,grd અને અન્ય સ્ટાફે મતદાન કર્યું હતુ અને જિલ્લા કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહાકુમારીએ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી હતી.
૧૮-પંચમહાલમાં સમાવિષ્ટ ૧૨૨-લુણાવાડા વિધાનસભાના મતવિસ્તારમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે ડો. આંબેડકર ભવન,સોનેલા ખાતે મતદામ મથક ઉભું કરવામાં આવ્યું છે. ૧૮-પંચમહાલમાં સમાવિષ્ટ ૧૨૨-લુણાવાડા વિધાનસભાના મતવિસ્તારમાં કુલ ૨૮૧૩ જેટલા પોલીસ,હોમગાર્ડ,grd અને અન્ય સ્ટાફે નોંધાયા છે જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે અને લુણાવાડા વિધાનસભા સિવાયમાં જિલ્લા વિકાસ અધિકારીએ અને પોલીસ અધિક્ષકએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. તેઓએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતુ કે, મહીસાગર જિલ્લા ચૂંટણીતંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. આજે મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આપ પણ આપના મતાધિકારનો 7મેના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.