વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ભરૂચના દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે કરાઈ….
બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ.
વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ભરૂચના દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે કરવામાં આવી હતી.
જેમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પ્રોબેશન અધિકારીના હસ્તે મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ હતું.
ભરૂચ જીલ્લામાં નિશુલ્ક સેવા આપતી અને મનો દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કલરવ શાળામાં કરવામાં આવી હતી.જે શાળામાં અંદાજીત ૭૦ થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ પગભર થાય તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.જેથી આ બાળકો પોતે પગભર થઈ સમાજ માં કોઈપણ ડર વગર રહી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આજનો દિવસ દિવ્યાંગોનો વિશેષ દિવસ છે.સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ ૨૧ પ્રકારની જે દિવ્યાંગતા છે, તેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિશ્વ મનો દિવ્યાંગ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વર્ષ ૨૦૧૬ ના દિવ્યાંગ ધારા મુજબ સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે,તેને સમાન અધિકારો મળે અને દિવ્યાંગોના હક્કોનું રક્ષણ કરવામાં આવે,તેમને યોગ્ય લાભો આપવામાં આવે તે હેતુસર ૩ જી ડિસેમ્બરના રોજ" વિશ્વ દિવ્યાંગ દિવસ"ની સપ્તાહ ઉજવણી અંતર્ગત ભરૂચ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરીની ઉપસ્થિતિમાં કલરવ શાળામાં આ કાર્યક્રમ યોજવામાં આવતા ૮૦ થી વધુ શૈક્ષણિક કીટનું બાળકોને વિતરણ કરી સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગોને મળતા લાભો,સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત રીતે માહિતી આપી હતી.
આ પ્રસંગે ભરૂચ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરી, પ્રો.અધિકારી મુકેશભાઈ મુનિયા તેમજ બાળ સુરક્ષા એકમ ભરૂચના ભૂપેશભાઈ, સંસ્થાના ટ્રસ્ટી નીલાબેન મોદી અને વિનોદભાઈ છત્રીવાલા,અદાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ સહિતના મહેમાનો સહિત બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.