મહિસાગર કડાણા બ્રેકિંગ…..
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે કડાણા તાલુકાના ગોધર ઉત્તર ગામે પ્રાથમિક શાળા માં આયોજીત કાર્યક્રમમાં મહાનુભાઓ સાથે ઉપસ્થિત રહીને સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો.
આ અન્વયે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટ નું વિતરણ કરી ‛‛સર્વજન હિતાય,સર્વજન સુખાય’’ ના ધ્યેય ને સૌના સાથ અને સહકારથી આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો અને માનનીય વડાપ્રધાનશ્રી ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું.
આ પ્રસંગે સાથે, કડાણા મંડળ ના મહામંત્રીશ્રી કાળુભાઈ ડામોર, માજી સરપંચ શ્રી પર્વત ભાઈ ડામોર, સરપંચ શ્રી અભેસિંહ ડામોર, તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ચેરમેન શ્રી જેશિગભાઇ તાવિયાડ રથના ઇન્ચાર્જ શ્રી પાર્ટીના કાર્યકર્તા શ્રી પોપટભાઈ ડીંડોર, તાલુકા સભ્ય અજયભાઈ ડામોર સહીત, સરપંચ શ્રીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ, વડીલો, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,સહીત અધિકારીગણ, ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.