લાઠી તાલુકા માં તમાકુ નિષેધ દિન ની ઉજવણી - At This Time

લાઠી તાલુકા માં તમાકુ નિષેધ દિન ની ઉજવણી


લાઠી તાલુકા માં તમાકુ નિષેધ દિન ની ઉજવણી

અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર એમ જોશી અને ડો એ કે સિંગ ની સૂચના થી તા.૩૧ મે નાં રોજ લાઠી તાલુકા માં વિશ્વ તમાકુ નિષેધ દિન ની પાંચ દિવસીય ઊજવણી ના ભાગ અંતર્ગત " તમાકુ ઉદ્યોગ સામે બાળકો નું રક્ષણ " થીમ પર વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું. જેમાં શહેર ના મુખ્ય માર્ગો પર આર બી એસ કે સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ અને આશાઓ દ્વારા બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી નું આયોજન કરી તમાકુ નિષેધ અંગે લોકજાગૃતિ માટે આરોગ્ય કેન્દ્રો ખાતે લઘુ શિબિર નું આયોજન કર્યું હતું. તમામ ને તમાકુ નિષેધ ના શારીરિક, આર્થિક અને સામાજિક લાભો વિશે અવગત કરી તમાકુ નિષેધ અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. વિવિધ વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ - ૨૦૦૩ (કોટપાએક્ટ ૨૦૦૩) કાયદાની અમલવારી કરવામાં આવી. જાહેર સ્થળો પર ધૂમ્રપાન કરતા લોકો ને પકડી ૯૦૦ રૂ. નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તમાકુની બનાવટો વેચતી દુકાનોમાં ચેકીંગ હાથ ધરી તમાકુ મુક્ત સ્વસ્થ સમાજ ની રચના માટે આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શક પત્રિકા નું વિતરણ કર્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના નેતૃત્વ માં આરોગ્ય કેન્દ્રો ના મેડિકલ ઓફિસરો ના માર્ગદર્શન હેઠળ અમૃત પટેલ, નેમિશ દવે અને સુપરવાઈઝરો દ્વારા આ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.