વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે કરવામાં આવી - At This Time

વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે કરવામાં આવી


બાલાસિનોર ફોરેસ્ટ ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ પ્લાસ્ટિક વીણીને સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું

બાલાસિનોર થી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલું વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર ફોસિલ પાર્ક એટલે રૈયોલી ગામ આ સ્થળે દેશ-વિદેશના પ્રવાસીઓની અવરજવર હોય અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફોરેસ્ટ ટીમ બાલાસિનોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિક વીણીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ફોરેસ્ટ ઓફિસર હંસાબાએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષો વાવવાથી વૃક્ષ ઉછેર થતો નથી પરંતુ તેને કાયમી ધોરણે પાણી આપીને માવજત કરવામાં આવે અને વૃક્ષ ઉછેરવામાં આવે તો જ ખરા અર્થ માં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી તેવું કહેવાય આ ફર્જ ખાલી ફોરેસ્ટ વિભાગની છે તેવું નથી આ ફરજ આપણા સૌની છે તેમ તેઓએ જણાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ સરપંચ શ્રી ગુલાબસિંહ ચૌહાણ ગાઈડ્સ ભરતસિંહ ચૌહાણ તેમજ ટીમ ફોરેસ્ટ ઓફિસર બાલાસિનોર અને પર્યટકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.