બોટાદના તરઘરા પાસે આવેલ જ્ઞાનમંદિર વિદ્યાપીઠમાં વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદના તરઘરા પાસે આવેલ જ્ઞાનમંદિર વિદ્યાપીઠમાં વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો


બોટાદની જ્ઞાનમંદિર વિદ્યાપીઠમાં વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

બોટાદના તરઘરા પાસે આવેલ જ્ઞાનમંદિર વિદ્યાપીઠ ખાતે વિજ્ઞાન પ્રદર્શનની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધોરણ– ૫ થી ૧૧ વિજ્ઞાનપ્રવાહ સુધીના ૪૦૦ જેટલા વિદ્યાથીઓ ભાગ લીધો હતો અને ૧૮૧ કૃતિનું પ્રદર્શન યોજાયું હતું.આ પ્રદર્શનની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મુખ્ય મહેમાનમાં લોક વિજ્ઞાન કેન્દ્રના નિકુંજભાઈ પંડિત,કાળુભાઈ ભોહરીયા તથા ભાવેશભાઈ અને શાળાના સંચાલ,જયેશભાઈ ચાંદપરા તેમજ જગદીશભાઈ ચાંદપરાએ વિશિષ્ટ હાજરી આપી હતી.આમંત્રિત મહેમાન,ટ્રસ્ટીગણ અને આચાર્ય સાહેબના વરદ હસ્તે વૈજ્ઞાનિક અભિગમથી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધો–૯ ની બહેનો દ્વારા અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને વૈજ્ઞાનિક અભિગમ કેળવે એવા હેતુથી સુંદર મજાનું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું પ્રદર્શનમાં વિજ્ઞાનનાં વિવિધ ચાર્ટ્સ,મોડેલ,પ્રોજેક્ટ બાળવિજ્ઞાનિઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.જેમાં ટેલીસ્કોપ,ચંદ્રયાન,આધુનિક ખેતી,સ્મોક ડિરેક્ટરી,અંધ વ્યક્તિના ચશ્માં,L.S ફાર્મ,હાઈડ્રોફોનિક્સ,રોબોટ,લેસર ટેકનોલોજીથી બેક્ટેરિયા જોવા,3D હોલોગ્રાફી,ટેસ્લા કોઈલ,વાયરલેસ ઈલેક્ટ્રીસીટી(પ્રેરણ)જેવા પ્રોજેક્ટ ઉડીને આંખે વળગતા હતા. આવા વિવિધ પ્રોજેકટમાં વિદ્યાર્થીઓની સખત મહેનત અને સર્જનાત્મકના દર્શન થતા હતા.પ્રદર્શનમાં ચારથી પાંચ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ આપવામાં આવી તેમજ વિજ્ઞાનના શિક્ષક અનિકેતભાઈ રાવલ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.તેમજઆચાર્ય બળદેવભાઈ બારૈયા એ વિજ્ઞાનપ્રદર્શનની ઉજવણી વિશે સ્પીચ આપી હતી આ પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં વાલીમંડળ ઉમટી આવ્યું હતું બાળવિજ્ઞાનીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વાલી ઉપરાંત આસપાસની શાળાના બાળકો તેમજ અન્ય નાગરિકોએ પણ પ્રદર્શનનો લાભ લીધો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.