જસદણ ન્યાયાલયમાં ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી
જસદણ ન્યાયમંદિર ખાતે ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.જેમાં જસદણ ન્યાય મંદિરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે.એન. દવે તથા એડિશનલ સિવિલ જજ વી.એ.ઠકકર તથા વિંછીયાના પ્રિન્સિપાલ સિવિલ જ્જ કે.એન. જોષીની હાજરીમા ૭૮ માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ ભવ્ય ઉજવણી પ્રસંગ નિમિતે જસદણ કોર્ટના એ.પી.પી. કે.એમ.ચૌધરી, રજિસ્ટાર એમ.બી પંડ્યા તથા જસદણ બાર એસોસિયેશન પ્રમુખ પ્રતિનિધી એમ.જે.આર્ચાય, ઉપપ્રમુખ વાય.એલ દલાલ તથા જસદણ બાર એસોસિયેશન કમિટી મેમ્બરો તેમજ સિનિયર ધારાશાસ્ત્રી વી.એન.વાલાણી, આર.એન.શેઠ, આર.એસ.નાગાણી, હરેશભાઈ સોલંકી, મધુબેન તોગડીયા તથા સિનિયર અને જુનિયર વકિલમિત્રો તથા કોર્ટ કર્મચારીગણો તથા પોલીસ કર્મચારીઓ હાજર રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.