સવારની શાળાઓ 15થી 30 મિનિટ મોડી કરે છે પણ ઠંડીમાં કોઈ જ ફેર પડતો નથી - At This Time

સવારની શાળાઓ 15થી 30 મિનિટ મોડી કરે છે પણ ઠંડીમાં કોઈ જ ફેર પડતો નથી


હવામાન વિભાગ પાસેથી માહિતી મેળવ્યા વિના શિક્ષણ વિભાગ 30 વર્ષથી બીબાંઢાળ પરિપત્ર કરે છે

શિક્ષણ વિભાગ દ્વારા હવામાન નિષ્ણાત પાસેથી માહિતી લેવાય તો સાચી હકીકત જાણી શકાય

દર વર્ષે જ્યારે શિયાળો શરૂ થાય અને ઠંડી વધે ત્યારે શિક્ષણ વિભાગની સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીઓ શાળાનો સમય 30 મિનિટ સુધી મોડો કરવાનો પરિપત્ર કરે છે. આ પરિપત્રની જાણે પરંપરા બની હોય તેમ દર વર્ષે માત્ર તારીખ બદલીને શાળાનો સમય અડધો કલાક સુધીનો મોડો કરાય છે. ખાનગી શાળામાં તો માત્ર 10-15 મિનિટ જ મોડો કરાય છે. શિક્ષણ વિભાગ આશરે 30 વર્ષથી માત્ર કાગળ ઉપર જ ઠંડી ઉડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય એમ દર વર્ષે 30 મિનિટ સ્કૂલનો સમય મોડો તો કરે છે, પરંતુ ખરેખર વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ જાય છે ત્યારે જ સૌથી ઓછું એટલે કે ન્યૂનતમ તાપમાન હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.