વિજય પ્લોટ પાસે ઘોડી પાસાનો જુગાર રમતા ચાર ઝડપાયાં - At This Time

વિજય પ્લોટ પાસે ઘોડી પાસાનો જુગાર રમતા ચાર ઝડપાયાં


શહેરનાં ઢેબર રોડ વિજય પ્લોટ ગુજરાત ફર્નીચર વાળી શેરીમાં ઘોડી પાસાનો જુગાર રમતા ચારને ભકિતનગર પોલીસે દબોચી લઈ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ભકિતનગર પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડી ઢેબર રોડ વિજય પ્લોટ ગુજરાત ફર્નીચર વાળી શેરીમાં ઘોડી પાસાનો જુગાર રમતા બોદુ જુમાભાઇ ગોધાવીયા (રહે-મવડી ચોકડી નવલ નગર), સુરેશ માધુભાઈ મુલીયાણા (રહે -ભીલવાસ શેરીનં-2 સદર બજાર), મહેન્દ્ર ઉર્ફે પેટી દિનેશભાઇ સુરાણી (રહે-નાના મવા મેઇન રોડ રાજનગર સોસાયટી, જયેશ રાજુભાઈ રાઠોડ (રહે-સાધુ વાસવાણી રોડ એકલવ્ય નગર) ને દબોચી લઈ રોકડ રૂ.4110 કબ્જે કર્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image