ધંધુકામાં રહેતી પરિણીતા પર ત્રણ યુવાનોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું “
ધંધુકામાં રહેતી પરિણીતા પર ત્રણ યુવાનોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું " હતું. જેલમાં સજા કાપી રહેલા પતિને મદદ કરવાના બહાને આ મહિલાને જાળમાં ફસાવવામાં આવી હતી.
પરિણીતાને લાગી આવતા ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
આ બનાવમાં દુષ્કર્મનો ભોગ " બનનાર પરિણીતાનો પતિ બળાત્કારના કેસમાં જેલ ની સજા ભોગવી રહ્યો હતો. તેવામાં જયેશ મકવાણા નામના યુવકે તેની પાસે તેના પતિની નિર્દોષતાનું સબુત છે એમ કહી ને યુવતીને ઘરમાં બોલાવી હતી તેના ઘરમાં તે યુવકના બે મિત્રો નરેન્દ્ર અને કિરણ પણ તે ધરમાં હતા આ દરમિયાન આ યુવતી આવતા જ ત્રણેય નરાધમોએ વારાફરતી તે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
પતિને છોડાવવા માટેના પુરાવા આપવાનું કહેતા આ ત્રણેય આરોપીઓએ વારાફરતી મહિલાને પકડી રાખી એક પછી એક દુષ્કર્મ ગુજાર્યું હતુ. નરેન્દ્ર ઉર્ફે ચકા નામના આરોપીએ ફરિયાદી મહિલાને ઘઉંમાં નાખવાની દવા આપી તેના પરિવારજનોને મારી નાખવા અને તે પછી તેની સાથે પોતે લગ્ન કરી લેશે તેવુ જણાવ્યું હતું. જોકે, મહિલાએ આરોપીએ કહ્યા મુજબ કઈ ના કરતાં ભોગ બનનાર મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેની પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન આ બાબતે પરિણીતાને લાગી આવતા ગઇકાલે બુધવારે રાત્રે પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ બનાવ ની જાણ થતા ધંધુકા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ફૂલલેખનીય છે કે આ ત્રણેય આરોપીઓમાં જયેશ નટુભાઈ મકવાણા, નરેન્દ્ર ઉર્ફે ચકો મકવાણા અને કિરણ નટુભાઈ મકવાણાનો સમાવેશ થાયછે આ ત્રણેય ધંધુકાના મીરાવાડી ખાતે રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.