*નેત્રંગની શાળાઓમાં સ્થાનિક વિધાર્થીઓને એડમિશન આપવાની માંગ* * વિધાર્થીઓ-વાલીઓ કોંગ્રસ અગ્રણીની આગેવાનીમાં ધસી આવતા માહોલ ગરમાયો* - At This Time

*નેત્રંગની શાળાઓમાં સ્થાનિક વિધાર્થીઓને એડમિશન આપવાની માંગ* * વિધાર્થીઓ-વાલીઓ કોંગ્રસ અગ્રણીની આગેવાનીમાં ધસી આવતા માહોલ ગરમાયો*


* નેત્રંગની શાળાઓમાં સ્થાનિક વિધાર્થીઓને એડમિશન આપવાની માંગ

* વિધાર્થીઓ-વાલીઓ કોંગ્રસ અગ્રણીની આગેવાનીમાં ધસી આવતા માહોલ ગરમાયો

* વિધાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહે અમારી પ્રાથમિકતા :- આચાયઁ આર.એલ વસાવા

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ ની બોડૅની પરીક્ષાનું પરીણામ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા તેની વિપરીત ધોરણ-૧૧ માં આટસઁ-કોમસઁ વિભાગમાં એડમિશન માટે વિધાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.શિક્ષણ વિભાગ એક ઓરડામાં ૬૦ વિધાર્થીઓને બેસાડવા માટેની મંજુરી આપે છે.પરંતુ એક ઓરડામાં ૮૦ વિધાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટીસંખ્યામાં વિધાર્થીઓ શિક્ષણકાર્યથી વંચિત રહેવાની ચોકાવનારી માહિતી મળી છે.તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાયઁરત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં કોંગ્રસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિધાર્થીઓ-વાલીઓ હલ્લાબોલ કરતાં માહોલ ગરમાયો હતો.શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલા વિધાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજુઆત કરાઇ હતી.ત્યારે ભક્તના હાઇસ્કુલના આચાર્ય આર.એલ વસવાએ જણાવ્યું હતું કે,તમામ વિધાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે.ક્રમસઃ વિધાર્થીઓને એડમિશન આપવમાં આવી રહ્યા છે,અને શાળમાં વધુ ઓરડાની મંજુરી શિક્ષણ બોડઁ દ્વારા આપવામાં તે માટે લેખિત રજુઆત કરી દેવામાં આવી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.