વિસાવદર મા જૂની પેન્શન યોજના અને વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકો તથા કર્મચારીઓનું મહામતદાન
વિસાવદર મા જૂની પેન્શન યોજના અને વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકો તથા કર્મચારીઓનું મહામતદાનરાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ ન આવતા એક આંદોલનના સ્વરૂપે શિક્ષકના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે મહા મતદાન નું આયોજન કરવામાં આવેલ હતું. તે અંતર્ગત તારીખ 06/03/2024 નાં રોજ વિસાવદર તાલુકાના કર્મચારીઓ દ્વારા પોતાની માગણી સરકાર શ્રી સુધી પોહચાડવા માટે બીઆરસી ભવન વિસાવદર ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને મતદાન કર્યું હતું. આ તબક્કે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનાં હોદ્દેદાર શ્રી ઉમેશભાઈ રીબડીયા પ્રથમેષભાઈ મહેતા કુમનભાઈ ખોલકીયા અશ્વિનભાઈ રાંક દ્વારા જણાવવામાં આવ્યું કે આજે 567 કર્મચારીઓએ મતદાન કર્યું છે અને અમારી માંગણી સરકાર શ્રી દ્વારા સ્વીકારવામાં આવે અને હજી જો સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં નહીં આવે કે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કર્મચારીઓ બહોળી સંખ્યામાં ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરી વિશાળ સંખ્યામાં ધરણા પ્રદર્શન કરશે. સંગઠન દ્વારા સરકારને એ વિનંતી કરવામાં આવેલ છે કે કર્મચારીઓના પ્રશ્નોને ઝડપથી ન્યાય આપે અને અમને આંદોલનની ફરજ ન પડે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.