સોમનાથ મંદિર માં દિવાળી ના તહેવારોને અનુલક્ષીને સજ્જતા, યાત્રિકો માટે મોબાઈલ તેમજ લગેજ સાચવવાના એક્સ્ટ્રા બુથ કાર્યરત કરાયા
સોમનાથ મંદિર માં દિવાળી ના તહેવારોને અનુલક્ષીને સજ્જતા, યાત્રિકો માટે મોબાઈલ તેમજ લગેજ સાચવવાના એક્સ્ટ્રા બુથ કાર્યરત કરાયા
સોમનાથ મંદિર ખાતે તા. 22 થી 24 દરમિયાન ગ્રામ્ય હસ્તકલા વેચાણ કેન્દ્રો થી પ્રવાસીઓને આકર્ષાશે
વિશ્વ ખ્યાતિ પામેલ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં યાત્રિકોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે.
આ વર્ષે પહેલીવાર સ્કૂલ કોલેજોની જે ટુર નાતાલ કે શિયાળા દરમિયાન વેકેશનમાં સોમનાથ પ્રવાસે આવતી તે દિવાળીના પર્વમાં આવવાનું શરૂ થઈ ચૂક્યું છે.
સોમનાથ મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર્શન કરવા જતી વખતે મોબાઈલ તેમજ લગેજ મંદિર પરિસરમાં લઈ જવા માટે પ્રતિબંધ હોય જેથી તેવી ચીજ વસ્તુઓ વિનામૂલ્યે મંદિર પરિષદની બહાર સાચવવા માટે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ દિવાળીના તહેવારોમાં યાત્રિકોનાં પ્રવાહને અનુલક્ષીને મોબાઈલ તેમજ લગેજ મુકવા માટે વધારાના કન્ટેનરો કાર્યરત કરી દીધા છે.
જેમાં અંદાજે 900 થી 1000 જેટલા બોક્સ હશે અને એક બોક્સમાં એક જ પરિવારના આઠથી દસ જેટલા મોબાઈલઓ સમાવી શકાય છે. આ તમામ બુથોમાં કુલ ૧૦ થી ૧૨ મહિલા કર્મચારીઓ ફરજ માટે લગાડી દેવામાં આવેલ છે. આમ આ કાર્ય માટે 95 ટકા જેટલો સ્ટાફ મહિલાઓ સંચાલિત હશે.
સોમનાથ મંદિર પાસે ના જુના પથીકાશ્રમ રોડ ઉપર હસ્તકલા વેચાણ કેન્દ્રના સ્ટોલો તારીખ 22 થી 24 દરમિયાન લગાવ્યા છે જેમાં ગ્રામ્ય કારીગરો દ્વારા બનાવાયેલ વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવા પ્રવાસીઓ માટે સુલભ આયોજન કરાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.