આ નીટ ક્લિન છે?:NTAનો દાવો થોડા વિદ્યાર્થીનો હતો જ્યારે નીકળ્યા 24,246 - At This Time

આ નીટ ક્લિન છે?:NTAનો દાવો થોડા વિદ્યાર્થીનો હતો જ્યારે નીકળ્યા 24,246


નીટ (યુજી) 2024 માટે અરજીની છેલ્લી તારીખ 16 માર્ચના 24 દિવસ પછી 9-10 એપ્રિલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ એક દિવસ માટે રજિસ્ટ્રેશન વિન્ડો ખોલી હતી. જેમાં 24 કલાકમાં 24,246 નવા ફોર્મ ભરાયા હતા. ભાસ્કરે એનટીએ પાસે જાણકારી માગી કે એક દિવસમાં આવેલા સ્પેશિયલ 24 હજાર અરજદારોમાંથી કેટલા ક્વૉલિફાય થયા અને કેટલા ટૉપ રેન્કમાં આ‌વ્યા? પણ એનટીએ કે શિક્ષણ મંત્રાલયે જાણકારી આપી નહોતી. એનટીએએ એક દિવસ માટે વિન્ડો ખોલવાથી કેટલા વિદ્યાર્થી વધ્યા એ જાણકારી પણ આપી નહોતી. પણ એજન્સીના છેલ્લા બે આંકડાથી જ આ સંખ્યા હજારોમાં હોવાનું સામે આવ્યું હતું. આ કવાયત સામે સવાલ એટલા માટે ઊઠી રહ્યા છે કારણ કે એનટીએએ લિન્ક ખોલવા માટે એવું કારણ આપ્યું હતું કે સમયના અભાવને કારણે રજિસ્ટ્રેશન થઈ શક્યાં નહોતા. મેડિકલ કોલેજોમાં એડમિશન પર નજર રાખતા નિષ્ણાતોના મતે આ વખતે ઉપરના રેન્કમાં સંખ્યામાં અસામાન્ય વધારો છે. શક્ય છે કે સ્પેશિયલ વિદ્યાર્થીઓ જ આ બ્રેકેટના લાભાર્થી હોય. એબીવીપીએ સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરી
એબીવીપીનું એક પ્રતિનિધિમંડળ શનિવારે શિક્ષણમંત્રી ડૉ.ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યું હતું. તેમણે નીટની પ્રક્રિયા અને પરિણામોમાં ગેરરીતિ સામેના સવાલોની સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરી હતી. દોષીઓ સામે કડક કાર્યવાહીની માગણી પણ કરી હતી. દિલ્હીથી વિગતો આવ્યા બાદ તપાસ વધુ હાથ ધરાશે.. નીટ કૌભાંડમાં હાલ પોલીસે ગુજરાત રાજ્ય ના પરીક્ષાર્થીઓને સમન્સ આપીને પુછપરછ કરીને ​​​​​​​નિવેદનો લઈ રહ્યા છે.જ્યારે રાજ્ય બહાર નાં પરીક્ષાર્થી નાં નામ અને સરનામા સહિત અન્ય વિગતો માટે પોલીસની એક ટીમે દિલ્લા એનટીએ માં ધામા નાખ્યા છે. નીટ કૌભાંડના તપાસ અધિકારીએ જણાવ્યું કે દિલ્લી થી વિગતો સહિત ની માહિતી આવ્યા બાદ આગળ ની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પટણા: નીટ પરીક્ષા રદ કરવાની માગણી કરનારા પર લાઠીચાર્જ
નીટમાં ગેરરીતિઓ વિરુદ્ધ શનિવારે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં દેખાવો કર્યા હતા. તેઓ પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા હતા. પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. મોટો સવાલ: માત્ર હાઇ સ્કૉરર વિદ્યાર્થી કેવી રીતે વધ્યા?
નીટ અરજદારોનો ટ્રેન્ડ છે કે તેમાં દર વરસે દોઢથી બે લાખ વિદ્યાર્થી વધે છે. પણ આ વખતે ગત વર્ષની તુલનામાં ત્રણ લાખથી વધારે અરજદાર વધ્યા હતા. એ જ રીતે છેલ્લા પાંચ વર્ષોમાંં 620થી 720 વચ્ચે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 13-15 હજાર વચ્ચે રહેતી હતી. પણ આ વખતે તેમાં પાંચ ગણો વધારો થયો છે. ખાસ વાત એ છે કે માત્ર હાઇ સ્કૉર વિદ્યાર્થી જ વધ્યા છે. પણ ઓછા માર્ક્સ લાવનારમાં ખાસ વધારો નથી થયો. પણ ટકાવારી ઘટી ગયા છે. નીટ રિઝલ્ટ સાથેની NTA દ્વારા જારી ગાઇડલાઇનમાં ગોધરાનો ઉલ્લેખ નહીં
ગોધરા અને થર્મલ ખાતેની જય જલારામ સ્કુલ માં નીટ ચોરીના આયોજનનો ભાંડો ફૂટ્યો હતો. જેની તપાસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં 4 જુનના રોજ પરિણામ સાથે જાહેર કરેલી માર્ગદર્શિકામાં પણ NTA દ્વારા નીટની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમાં ગોધરા ખાતેની નીટ સંદર્ભ થયેલ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જયારે પટના પોલીસનો પત્ર મળ્યો હોવાનું સ્વીકાર્યુ છે. જોકે હાલમાં.દિલ્લી ગયેલી ટીમ માહિતી લાવ્યા બાદ આગળ ની તપાસ થશે તેમ તપાસ અધિકારી જણાવી રહ્યા છે. ગોધરા શહેરમાંથી ઝડપવામાં આવેલા નીટની પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને ખૂબ જ બારીકાઈ થી તપાસવામાં આવી રહ્યો છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલા વિદ્યાર્થીઓના લિસ્ટ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ આ તપાસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પોલીસના સાથ સહકાર ન આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ પોલીસ દ્વારા લીસ્ટમાં નામ ધરાવતા વિદ્યાર્થીઓના પૂરેપૂરા સરનામા સહિતની તેઓની વિગતો નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી બે વખત ઇમેલના માધ્યમથી માગવામાં આવી હોવા છતાં એનટીએ દ્વારા પોલીસને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. જેને લઈને પંચમહાલ પોલીસની એક ટીમને એનટીએની દિલ્હી ખાતેની ઓફિસ ખાતે પહોંચી છે. હાલ પંચમહાલ પોલીસની એક ટીમ એનટીએની દિલ્હી ખાતે આવેલી ઓફિસ ખાતે જરૂરી તમામ માહિતી મેળવવાના પ્રયત્નો કરી રહી છે તો બીજી તરફ એનટીએ દ્વારા 4 જૂન ના રોજ નીટ 2024 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સાથે જાહેર કરવામાં આવેલી પરિણામલક્ષી માર્ગદર્શિકામાં ખૂબ જ હાસ્યાસ્પદ વિગતો રજૂ કરી છે. માર્ગદર્શિકામાં પટના અને ગોધરામાં પેપર લીક થયું છે ? આ સવાલ ના જવાબ એવો જવાબ આપવામાં આવ્યો છે કે નીટની 2024 ની પરીક્ષા માટે એનટીએ દ્વારા જેટલા પ્રશ્નપત્ર છપાવવામાં આવ્યા હતા અને જે પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવ્યા છે તે બંને પ્રશ્નપત્રો ની સંખ્યા ગણતરી કરતા એક સરખી જ સામે આવી છે. એટલે પ્રશ્નપત્ર લીક થયું નથી. આ સવાલના જવાબમાં એનટીએ દ્વારા પટના પોલીસનો પત્ર મળ્યો હોવાનું સ્વીકાર્યું છે. પરંતુ ગોધરામાં થયેલી ફરિયાદ અને ગોધરા પોલીસ દ્વારા માંગવામાં આવેલી માહિતીનો પણ કોઈ ઉલ્લેખ કર્યો નથી. ત્યારે એનટીએ દ્વારા આ સમગ્ર મામલે કરવામાં આવતી લાપરવાહી પણ શંકા ઉપજાવે તેવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.