કેશોદમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા યોજાઈ
કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેના મુખ્ય કાર્યોમાં સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા તેમજ સમર્પણ રહેલા છે. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા છેલ્લા 2 વર્ષ થી કલ્પવૃક્ષ યોજના અંતર્ગત 700 ઉપરાંત વૃક્ષો વાવવામાં આવ્યા છે અને પર્યાવરણ ને માટે કઈક કરવાની ખેવના સાથે 5 જુન નો દિવસ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ એના અનુસંધાને આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો , યુવાનોમાં જાગૃતિ આવે અને વિશ્વમાં પર્યાવરણની પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થતી જાય છે ભારત પણ આ ઉનાળાની કાળઝાળ ગરમી નો અનુભવ કરી ચૂક્યું છે તેનાથી અવગત થાય તે માટે 5 થી 15 વર્ષના બાળકો અને યુવાનો માટે પર્યાવરણ નાં વિષય સાથે નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પ્રણાલી મુજબ વંદેમાતરમ થી કરવામાં આવી હતી ત્યાર બાદ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, સચિવ દિનેશ કાનાબાર, સમીર કણસાગરા,પૂર્વ મામલતદાર ત્રિવેદી સાહેબ અને કારોબારી સભ્યો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ, સંસ્થાના પ્રમુખ મહાવીર સિંહ જાડેજા દ્વારા મહેમાનોનું શબ્દો થી સ્વાગત કરવામાં આવ્યું હતું જગમાલભાઈ નંદાણીયા દ્વારા આજની પર્યાવરણની જાળવણીનું મહત્વ વિશે જાણકારી આપી હતી જે એસ ધોળકિયાએ પર્યાવરણ દિવસની ઉજવણીથી લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે બાળકોને અત્યારથી જાગૃતિ કરવામાં આવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન થયું હતું
કેશોદના જલારામ મંદિર પાસે આવેલ દશનામ ગૌસ્વામી સમાજ ખાતે રાખવામાં આવેલ આ કાર્યક્રમ નું સંચાલન આર. પી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ પ્રો જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ ઠકરાર, વિજય મહેતા કાળુભાઈ ઠકરાર ભારે જહેમત ઉઠાવી હતી
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.