ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની તા. 02-09-2024, સોમવારના રોજ ભાજપા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત “જીલ્લા સંયુક્ત મોરચાની કાર્યશાળા” જીલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલનાઅધ્યક્ષસ્થાને ગુરૂકુળ, બોટાદ ખાતે યોજાઈ
(અસરફ જાંગડ દ્વારા)
આ કાર્યશાળાની શરૂઆત દીપ પ્રાગટયથી કરી, રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ગાવામાં આવ્યું. શાબ્દિક સ્વાગત જિલ્લા મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી કર્યું અને આ અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું. બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી મુકેશભાઈ ચાવડા અને આ અભિયાનના જિલ્લા સહસંયોજક વિનોદભાઈ સોલંકી એ બેઠકમાં અપેક્ષિત જિલ્લા-મંડલ મોરચાની ટીમના હોદ્દેદારોઓને અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યશાળાનું સંચાલન જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર એ કર્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.