Agnipath Protest : સરકાર પીછેહઠ નહી કરે, આવતી કાલની તૈયારી માટે પરિવર્તન જરૂરી – NSA અજીત ડોભાલ - At This Time

Agnipath Protest : સરકાર પીછેહઠ નહી કરે, આવતી કાલની તૈયારી માટે પરિવર્તન જરૂરી – NSA અજીત ડોભાલ


- ભારતમાં ચારેબાજુ ઝડપથી માહોલ બદલાઈ રહ્યો છે અને હવેની પ્રાથમિકતા દેશને સુરક્ષિત કરવાની છેનવી દિલ્હી, તા. 21 જૂન 2022, મંગળવારકેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની જ્વાળા સમગ્ર દેશમાં ભડકી ઉઠી છે. અગ્નિપથના વિરોધમાં યુવાનો રસ્તાઓ ઉપર ઉતરીને આવ્યા છે અને હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે. આ મુદ્દે હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે સમર્થનમાં અને સ્પષ્ટીકરણ સાથે એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ સાથે તેમણે પણ સ્પષ્ટ કરી દીધું કે સરકાર આ યોજના પાછી નહી ખેંચે.અજીત ડોભાલે આ યોજનાને સમયની જરૂરિયાત ગણાવી છે. તેમણે આ યોજના સહિત અનેક રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ ઉપર પણ વાત કરી છે. તેમણે જણાવ્યુ કે, ભારતમાં ચારેબાજુ ઝડપથી માહોલ બદલાઈ રહ્યો છે અને હવેની પ્રાથમિકતા દેશને સુરક્ષિત કરવાની છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને માળખાગત પરિવર્તન કરવું પડશે. સંરક્ષણ ક્ષેત્રમાં દરેક સ્તરે સુધારો થઈ રહ્યો છે. સરકાર સેનાની આધુનિકતા માટે નવા હથિયાર ખરીદી રહી છે. આપણે આપણી સેનાને વિશ્વસ્તરીય સેના બનાવવાની નેમ લીધી છે.અજય ડોભાલે આગળ જણાવ્યું હતું કે આપણે ગઈકાલે જે કરતા હતા તે જ ભવિષ્યમાં પણ કરતા રહીશુ તો જરૂરી નથી કે આપણે સુરક્ષિત રહીશુ. જો આપણે આવતી કાલની તૈયારી કરવી હોય તો બદલાવવું પડશે. આવતી કાલની તૈયારી માટે પરિવર્તન જરૂરી છે. અગ્નિપથ યોજનાની માંગ 22-25 વર્ષથી લંબાયેલી હતી. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ નિર્ણય રોકાયેલો હતો. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડે છેતેમણે આગળ જણાવ્યું હતું કે આ યોજનાને પાછી ખેંચવાનો કોઈ સવાલ જ નથી. તેમણે વધુમાં કહ્યું કે અગ્નિવીરની ક્યારેય આખી સેના નહી બને, જે અગ્નિવીર કાયમી બનશે તે સઘન તાલીમમાંથી પસાર થશે. સમયની સાથે તેમને અનુભવ પ્રાપ્ત થશે. રેજિમેન્ટના કોનસેપ્ટ સાથે કોઈ છેડછાડ કરતું નથી. રેજિમેન્ટલ સિસ્ટમ સમાપ્ત નથી થઈ.દુનિયામાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે. સેનામાં 25 ટકા યુવાનોને એક અલગ જ સ્તરની તાલીમ આપવામાં આવશે. ભારતીય સેનાની એવરેજ ઉંમર સૌથી વધુ છે. અત્યાર સુધી દેશમાં બેથી ત્રણ જાતિ આધારિત રેજિમેન્ટ છે. અગ્નિવીરોને નવા પડકારોને ઝીલવા માટે તૈયાર કરવામાં આવશે. ભારતીય સેના પાસે દુનિયાની સૌથી સારી અસોલ્ટ રાઈફલ પણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.