બોટાદ શહેર ખાતે આવેલા અંડરબ્રિજની મરામતની કામગીરી હાથ ધરાઈ - At This Time

બોટાદ શહેર ખાતે આવેલા અંડરબ્રિજની મરામતની કામગીરી હાથ ધરાઈ


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાના-મોટા રોડ-રસ્તાઓના રિપેરીંગની કામગીરી હાલમાં ચાલી રહી છે. ભારે વરસાદને કારણે જિલ્લાના વિસ્તારોમાં રસ્તાઓને નુકસાન થયું હતું. ત્યારે માર્ગોનું મરામત કામ વહેલીતકે પૂર્ણ કરવા વહીવટી તંત્રએ સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી છે.બોટાદ જિલ્લા માર્ગ-મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમ દ્વારા આ કામગીરી પુરજોશમાં ઠેર-ઠેર કરવામાં આવી રહી છે.ત્યારે બોટાદ શહેરમાં સાળંગપુર રોડ ખાતે આવેલા અંડરબ્રિજ પર ડામરપેચની કામગીરી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.