ઉમરાળા પી.એમ.સર્વોદય હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ - At This Time

ઉમરાળા પી.એમ.સર્વોદય હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ


ઉમરાળા પી.એમ.સર્વોદય હાઇસ્કુલ ખાતે દીપ પ્રાંગટય કરી ૧૦માં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કાર્યક્રમમાં ઉમરાળા તાલુકાના સરકારશ્રીના દરેક વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત ઉમરાળા પી.એમ. સર્વોદય હાઇસ્કુલ તથા ડી.એસ. સલોત હાઇસ્કુલ,તાલુકાની પ્રાથમિક શાળા,ઉમરાળાના તમામ વિધાર્થીઓ તથા વિધાર્થીનીઓ તેમજ સ્કુલના આચાર્યઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમમાં પી.એમ.સર્વોદય હાઇસ્કુલ વ્યાયામ શિક્ષક વિપુલભાઇ ધામેલીયા તથા છત્રપાલસિંહ ગોહિલ ગોલરામા પ્રાથમિક શાળા તા.ઉમરાળાએ યોગ અને પ્રાણાયમ વિષયે ઉડાણ
પુર્વક વિસ્તૃત જાણકારી આપી હતી ઉપસ્થિત સર્વેને યોગ અને પ્રાણાયમનુ નિર્દેશન માહિતગાર કરાવેલ કાર્યક્રમમાં અંદાજીત ૭૦૦ વ્યકિતઓ યોગ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી તાલુકા વિકાસ અધિકારી મકવાણા,Psi.ભલગરીયા હોમગાર્ડ કમાન્ડર GRD.સભ્યો હાઇસ્કુલ આચાર્ય ખીમાણી નીપાલીબેન દવે,કુમાર શાળાના આચાર્ય ઉપેન્દ્રસિંહ તમામ શાળાનો તમામ સ્ટાફ વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના આચાર્ય મોરી ICDS.CDPO.વેટરનરી ડોકટર પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર સહિતના તમામ અધિકારીઓ કર્મચારીઓએ હાજરી આપેલ હતી આ કાર્યક્રમમાં તાલુકાના ચૂંટાયેલ પદાધિકારીઓમાં જગદીશભાઇ ભીંગરાડીયા ડીરેકટર ભા.ડી.કો.બેન્ક તેમજ તાલુકાના માજી પ્રમુખ બાબુભાઇ લાખાણી ખાસ ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદારો તેમજ સ્ટાફના કર્મચારીઓએ સંભાળેલ હતુ કાર્યક્રમમાં અંતે ઉમરાળા મામલતદાર ભીંડી એ તાલુકા વહીવટી તંત્ર વતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામને હ્રદય પુર્વક આવકારી કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ તેમજ તમામનો હ્રદયપુર્વક આભાર વક્ત કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.