લાઠીદડની ઉમૈયા મહિલા કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ - At This Time

લાઠીદડની ઉમૈયા મહિલા કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)

બોટાદ નાં લાઠીદડ ખાતે આવેલ ઉમૈયા મહિલા કોલેજ ખાતે નારી વંદના સપ્તાહ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ .જેમાં પોલીસ સ્ટેશન વીથ સપોર્ટ સેક્ટરમાં કાર્યરત રીનાબેન વ્યાસ, બોટાદ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન અધિકારી સુરપાલ સર,૧૮૧ મહિલા અભિયાનમાંથી પરમાર જલ્પાબેન, DHEW ના co- ઓર્ડીનેટર મહેશભાઈ તથા રુરલ વિભાગ શી ટીમના ભૂમીબેન અને પાયલબેન આવ્યા હતા. જેમણે વિદ્યાર્થીની બહેનોને વિવિધ પ્રકારનાં કાયદા, છેડછાડ અને ઘરેલુ હિંસા, વિવિધ પ્રકારની યોજનામાં મળતી સહાય અંતર્ગત માહિતી આપી વિદ્યાર્થીની બહેનોને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એડીભાઈ ભાવગરિયા ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ સેજલબેન જાખણીયા તથા તમામ અધ્યાપકો હાજર રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image