રાજકોટ દેશ-વિદેશના પતંગબાજોના કરતબોથી ખીલી ઉઠશે રંગીલા રાજકોટનું આકાશ.
રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ શિયાળાની ઋતુમાં મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે આકાશ રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠે છે. પતંગ એ શાંતિનું પ્રતીક છે. પતંગ મહોત્સવ આકાશને આંબવાનો અને નવી ઊંચાઇઓ સર કરવાનો અવસર છે. પતંગ ઉન્નતિ, પ્રગતિ અને ઉડાનનું પ્રતીક છે અને પતંગોત્સવ જેવા તહેવારો આંતરરાષ્ટીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતી બાંધવો એકબીજાને તલગોળની ચીક્કી અને મમરાના લાડુ આપીને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી 'કાઇટ ફેસ્ટિવલ' ની પરંપરા આજે વૈશ્વિક ઓળખ બની છે. ઉત્તરાયણના પાવન અવસરે જે રીતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશીને ઉત્તર તરફ પ્રયાણ કરે છે. તે જ રીતે દેશ વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પ સમાન નભોમંડળમાં રંગબેરંગી પતંગોથી નવતર શિખરો સર કરી રહ્યું છે. વડાપ્રધાનએ આપણા પરંપરાગત તહેવારો, ઉત્સવોને જનભાગીદારી સાથે લોક ઉત્સવ તરીકે ઊજવવાની નવતર પરંપરા અપનાવી છે. જેના પરિણામરૂપે બે દાયકા પહેલાં ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર ૮ થી ૧૦ કરોડ રૂપિયાનો થતો હતો, ત્યારે હવે પતંગ ઉદ્યોગનો આશરે ૪૦ ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૫૦૦ કરોડથી પણ વધુ છે અને લગભગ ૧.૩૦ લાખ જેટલા લોકો પતંગ બનાવવાના ઉદ્યોગમાં રોજગાર મેળવે છે. દેશને વિકસિત બનાવવા નાગરિકો તથા પાડોશી દેશો સાથે વિવિધ તહેવારો ઉજવી વિશ્વમાં એકતા અને ભાઈચારાની ભાવના કેળવાઈ તે માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત ભારતભરના અને સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા પતંગ રસિયાઓ પતંગોત્સવમાં ઉત્સાહભેર ભાગ લે છે. દુનિયાના ૫૦થી વધુ દેશોના, ભારતના ૧૦થી વધુ રાજ્યોના અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી આવેલા અનેક પતંગશોખીનો પતંગોત્સવમાં ભાગ લઈને સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિના પર્વમાં અનેરો ઉત્સાહ જગાવે છે. પતંગવીરો દ્વારા ઉડાડવામાં આવતી ૧૦૦થી વધુ પતંગોની લહેર, સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો સહિતની વિવિધ સંદેશાત્મક પતંગો, કોબ્રા, રીંગ કાઈટ, બલુન પતંગ, લાંબી ડ્રેગન કાઇટ ૧૫ કિલોથી વધુ વજનની રેઈનબો સ્પિનર સહીત પતંગની લેર પતંગો આકર્ષણનું કેન્દ્ર બનતા રહ્યા છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.