વિછીયાના ઓરીમાં જમીન મામલે હુમલોઃ જીવણભાઇ જમોડના પગ ભાંગી નાંખ્યા
વિછીયાના ઓરીમાં જમીન મામલે હુમલોઃ જીવણભાઇ જમોડના પગ ભાંગી નાંખ્યા
ગામના જ ઓધા શિયાળ સહિતના ધારીયા-પાઇપથી તૂટી પડયા
વિછીયાના ઓરી ગામે રહેતાં જીવણભાઇ આંબાભાઇ જમોડ (કોળી) (ઉ. વ. ૫૫) ઉપર ગામમાં સાંજે સાતેક વાગ્યે ઓધા શિયાળ (કોળી) તથા તેની સાથેના અજાણ્યા શખ્સોએ મળી લોખંડના પાઇપ અને ધારીયાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી બંને પગ ભાંગી નાંખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જીવણભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં ત્રણ પુત્ર છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવે છે. ગામમાં અગાઉ સરકારી પ્રોજેક્ટની જમીન મંજુર થઇ હોઇ તે જગ્યા મામલે જીવણભાઇને ગામના જ ઓધા સહિતની સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી ગત સાંજે તેમના પર હીચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવામાં આવ્યાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ વિછીયા પોલીસને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.