દેવોને દુર્લભ સંયમ પામનાર દીક્ષાર્થી દર્શનકુમારના હસ્તે વરસીદાનથી ભાવિકો ધન્ય બન્યા - At This Time

દેવોને દુર્લભ સંયમ પામનાર દીક્ષાર્થી દર્શનકુમારના હસ્તે વરસીદાનથી ભાવિકો ધન્ય બન્યા


(કનુભાઈ ખાચર દ્વારા )
દેહથી સંસાર છૂટે તે ત્યાગ, દિલથી સંસાર છૂટે તે વૈરાગ્ય ધીરગુરુદેવ
બોટાદ સંપ્રદાયના શ્રી સ્થાનકવાસી જૈન સંઘ – પાળિયાદના આંગણે મુમુક્ષુ દર્શનકુમાર માલવણીયાના દીક્ષા મહોત્સવની અનેરો રંગ – ઉમંગ જામ્યો છે.
યુવાપ્રણેતા પૂ. જયેશમુનિ મ. સા. ની દીક્ષા રજત જયંતિ પ્રસંગે ગચ્છાધિપતિ પૂ. શૈલેષચંદ્રજી મ. સા. સહિત સહુએ શુભેચ્છા પાઠવ્યા બાદ ગલી ગલીમાં કૂતરાને રોટલા માટે આંઠ લાખનું દાન દાતાઓએ જાહેર કરતાં અન્નદાન મહાદાનથી કડવીબાઈ શામજી વિરાણી ઉપાશ્રય ગુંજી ઉઠયો હતો. મુખ્ય લાભ અમિશા અનુર્વ કામદાર અને જ્યોતિબેન બટુકભાઈ શાહ એ લીધેલ. દાતાઓનું સન્માન પાળિયાદ સંઘ કમિટીના હસ્તે કરવામાં આવેલ.
પૂ. ગુણીબાઈ મ. સ., પૂ. વસુબાઈ મ. સ. ની ૫૯મી દીક્ષા જયંતિ ઉજવાયેલ.
તા. ૨ને રવિવારે સવારે ૮:૧૫ કલાકે મહાભિનિષ્ક્રમણ વરઘોડો દીક્ષાર્થીના નિવાસેથી મુખ્ય માર્ગે થઈ ફૂલવાડીમાં પૂર્ણ થયા બાદ ૯:૧૫ કલાકે માણેક – નૂતન સમોસરણમાં દીક્ષામંત્રનો પ્રારંભ થશે. દીક્ષાર્થીના પાંચ આભૂષણનો ચડાવો અને નામકરણ વિધિ કરાશે. વડી દીક્ષા બોટાદ ગાદીના ગામે ઉજવાશે. બોટાદ સંપ્રદાયમાં ૩ સંતો અને ૪૮ મહાસતીજીઓ વિદ્યમાન છે.
પૂ. જયેશચંદ્રજી મ.સા. નું આગામી ચાતુર્માસ સુરત (પાલ), ત્યારબાદ વડોદરા અને ૨૦૨૭માં ભવાનીપુર – કોલકત્તા નક્કી કરવામાં આવેલ છે. પૂ. શ્રી ધીરગુરુદેવ ધર્મસભામાં જણાવેલ કે - દેહથી સંસાર છૂટે તે ત્યાગ અને દિલથી સંસાર છૂટે તે વૈરાગ્ય છે. વધુમાં કહેલ કે – સારા દેખાવા સંપત્તિની જરૂર છે, સારા બનવા માટે સંયમની જરૂર છે. નાયક બનવાની ઈચ્છા હોય તો લાયક બનો.
પૂ. શ્રી ધીરગુરુદેવ તા. ૭ના સાવરકુંડલા લલ્લુભાઈ આરોગ્ય મંદિરમાં અને તા. ૮ના ઉપાશ્રય પધારશે. તા. ૯ના રવિવારે સવારે ૯:૩૦ કલાકે ગોપાલગ્રામમાં વિમલ વૈયાવચ્ચ ભવનના ઉદઘાટન પ્રસંગે નિશ્રાપ્રદાન કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image