જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે: પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન યોજનાના કેમ્પનું ઉદઘાટન કરશે - At This Time

જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે: પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન યોજનાના કેમ્પનું ઉદઘાટન કરશે


રાજકોટ તા. ૨૦ જૂન - ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તા.૨૧/૦૬/૨૦૨૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. જેમાં મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે માર્કેટિંગ યાર્ડ વિંછીયા તથા ૧૧:૦૦ કલાકે જૂના માર્કેટિંગ યાર્ડ, જસદણ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન યોજનાના કેમ્પનું ઉદઘાટન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પી.એમ વિશ્વકર્મા યોજના હેઠળ ભારતના જે કારીગરો પોતાના પરંપરાગત વ્યવસાયથી પોતાની આગવી ઓળખ ઉભી કરી કે પોતાના હસ્તકળા અને કારીગરીથી જૂની પરંપરાઓને સાચવી રાખીને બેઠા છે તેવા ૧૮ કળાના કારીગરોના કૌશલ્યનો વિકાસ કરવામાં આવશે. આ યોજના દ્વારા વિશ્વકર્મા ભાઈ બહેનોને રૂ ૩,૦૦,૦૦૦/- સુધીની ગેરંટી વગરની લોન, રૂ ૧૫,૦૦૦/- સુધીની ટુલકીટ સહાય, સ્કીલ અપગ્રેડેશન માટે ઉચ્ચકક્ષાની તાલીમ તથા કારીગરો દ્વારા ઉત્પાદન કરેલ વસ્તુ પર ક્વોલિટી સર્ટીફિકેટનો લાભ મળશે. કારીગરોને તાલીમ દરમ્યાન પ્રતિ દિન રૂ ૫૦૦/-નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.