રાજકોટમાં ઉપપ્રમુખે કહ્યું: પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ શરુ થશે - At This Time

રાજકોટમાં ઉપપ્રમુખે કહ્યું: પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ શરુ થશે


ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારને ચેતવણી આપી રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારવામા આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે સમાધાન થયા બાદ પણ નવ મહિનાથી એક પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આખરે અચોક્કસ મુદતની હડતાલ પર જવા નિર્ણય લેવામાં આવ્યો છે અને 1 ઓગસ્ટ સુધીમાં સરકાર કોઇ નકર પગલાં નહિ લે તો આગામી 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.