ડિમોલિશનની કામગીરી* - *થોડા દિવસ પહેલા અનઅધિકૃત અનાજ અને દારૂનો જથ્થો પકડાયેલ ગોડાઉનને તંત્ર દ્વારા કાર્યવાહી કરી તોડી - At This Time

ડિમોલિશનની કામગીરી* —— *થોડા દિવસ પહેલા અનઅધિકૃત અનાજ અને દારૂનો જથ્થો પકડાયેલ ગોડાઉનને તંત્ર દ્વારા કાર્યવાહી કરી તોડી


*ડિમોલિશનની કામગીરી*
------
*થોડા દિવસ પહેલા અનઅધિકૃત અનાજ અને દારૂનો જથ્થો પકડાયેલ ગોડાઉનને તંત્ર દ્વારા કાર્યવાહી કરી તોડી પાડવામાં આવ્યું*
-----
*૧૨૫ ચો.મી.ની રૂ. ૨૦ લાખની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી*
-------
*ગોડાઉનવાળી જગ્યા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતુ માટે અનામત રાખવામાં આવેલ હતી*
--------
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અન્વયે તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગીર સોમનાથ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી ઉના તથા મામલતદારશ્રી ઉના દ્વારા ઉના શહેરના ધૂળ કોટિયા વિસ્તારમાં આવેલ ગોડાઉનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ગોડાઉન ખાતેથી સરકારી અનાજ તથા અંગ્રેજી દારૂનો ગેર કાયદેસર સંગ્રહાયેલ જથ્થો મળી આવ્યો હતો.

આ ગોડાઉનવાળી જગ્યા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતુ માટે અનામત રાખી નગરપાલિકાને વપરાશ માટે આપેલ પૈકીની છે. શહેરના રહેણાંક વિસ્તારથી દૂર હોય ત્યાં ગોડાઉન બાંધી, તેમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલતી હતી.

ભવિષ્યમાં ફરીથી આ જગ્યાનો દૂરપયોગ થવાની સંભાવનાને ધ્યાને લઇ જીલ્લા કલેકટરશ્રી દ્વારા સૂચના આપતાં આજ રોજ ગોડાઉન ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી ગોડાઉન તથા તેની બાજુનું નળીયાવાળું ખંડેર મકાન વિગેરે દૂર કરવામાં આવ્યા છે.

આ જગ્યા પર ગોડાઉનનું બાંધકામ કરેલ તેમજ ટોઈલેટ, બાથરુમ તેમજ તેના ઉપરના ભાગે એક રુમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બાંધકામ કુલ અંદાજિત ૧૨૫ ચો.મી.માં કરવામાં આવેલું હતું. જેની બાંધકામ સહિતની અંદાજીત બજાર કિંમત રૂ. ૨૦ લાખ જેટલી થાય છે.
---------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.